મહિસાગર એ આર.ટી.ઓ. કચેરીના ટેકનીકલ અધિકારી કર્મચારીઓ દ્વારા ઓફિસ સમય પહેલા અને રીશેષ સમયે 4 દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું

લુણાવાડા, મહિસાગરમાં જીલ્લા આર.ટી.ઓ. કચેરીના ટેકનીકલ અધિકારી કર્મચારીઓ વિરૂદ્ધ દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુંં.

રાજ્યમાં આર.ટી.ઓ. કચેરીના ટેકનીકલ અધિકારી કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે લુણાવાડા એ.આર.ટી.ઓ. કચેરી ખાતે ઓફિસ સમય પહેલા અને રીશેષ સમયે ટેકનીકલ અધિકારી કર્મચારીઓ 4 દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આર.ટી.ઓ. કચેરીના ટેકનીકલ અધિકારી કર્મચારીઓની 19 જેટલી પડતર માંગણીઓના 4 માર્ચ સુધી માંગ સ્વીકારવામાં નહિ આવે તો 11 માર્ચની અચોકકસ મુદ્તની માસ સીએલ પર ઉતારવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.