લુણાવાડા,
મહિસાગર જીલ્લાના ખેલાડીઓએ નેપાળ ખાતે સંયુકત ભારતીય બેંંક ફાઉન્ડેશન આયોજીત ઈવેન્ટ સેવન ઈન્ટરનેશનલ ગેમ્સમાં ભારત, કતાર અને નેપાળ ત્રસ દેશોએ ભાગ લીધો હતો.
નેપાળ ખાતે યોજાયેલ સંયુકત ભારતીય બેંક ફાઉન્ડેશન આયોજીત ઈવેન્ટ સેવન ઈન્ટરનેશનલ ગેમ્સમાં ભારતના 300 ખેલાડી જેમાંં મહિસાગરની વાઈબ્રન્ટસ વેન્સ સ્કુલના 15 અને વેદાંત સ્કુલનો 1 ખેલાડી સિલેકટ થયા હતા. 15 નવેમ્બરના રોજ ખેલાડીઓ સ્પોર્ટસ એકેડમીના કોચ સાથે ગયા હતા. મહિસાગર જીલ્લાના સાત ખેલાડીઓ સ્કેટીંગમાં ગોલ્ડ મેળવ્યા. કરાટેમાં ત્રણ ખેલાડીઓએ ગોલ્ડ મેળવ્યા. બેડમિન્ટનમાંં સોલો અને ટીમ એમ બે રમત રમી 3 ખેલાડીઓ ગોલ્ડ મેળવ્યા. જયારે 1 ખેલાડીએ સિલ્વ મેળવ્યો. જ્યારે 1 ખેલાડીએ ટેક વોકુ સ્પર્ધામાં સિલ્વર મેળવીને મહિસાગર જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
બોકસ: સાત ખેલાડીઓએ સ્કેટિંગમાં ગોલ્ડ મેળવ્યું
1:- દેવાંશ ડીંડોર
2:- પર્વ દોશી
3:- ભવ્ય કદમ
4:- ચેત્સી પટેલ
5:- કેવિન પટેલ
6:- રિયાંશ પંચાલ
7:- વ્યોમ પટેલ
બોકસ: ત્રણ ખેલાડીઓએ કરાટેમાં ગોલ્ડ મેળવ્યું
1:- સાનિયા મલેક
2:- પહલ પટેલ
3:- પ્રોક્ષી પટેલ
બોકસ: બેડમિન્ટનમાં સોલો અને ટીમમાં એમ બે પ્રકારે રમત રમી ત્રણ ખેલાડીઓએ ગોલ્ડ અને એક ખેલાડીએ સિલ્વર મેળવ્યું હતું
1:- યુગવીર ડિંડોર
2:- ભવ્ય ડબગર
3:- ઋષભ પંચાલ
4:- સાત્વિક ભાવસાર ( સિલ્વર)
બોકસ: ઉપરાંત એક ખેલાડીએ ટેક વાંડું સ્પર્ધામાં સિલ્વર મેળવ્યું હતું
1:- તેજસ મારિયા