મહીસાગર 122 વિધાનસભા લુણાવાડાના ધારાસભ્યનું કોંગ્રસમાં વધ્યું કદ

  • લુણાવાડા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરાઈ.
  • જીલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખનો પદભાર સંભાળતા જ ભાજપમાં ખળભળાટ.
  • મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની કમાન સંભાળતા જ ભાજપમાં મચ્યો હડકંપ.

લુણાવાડા,મહીસાગર જીલ્લાની 122 લુણાવાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જેથી ધારાસભ્ય ગુલાબસિંહ ચોહાણનું કોંગ્રેસમાં કદ વધ્યું છે. બીજી તરફ થોડા દિવસો આગાઉ ધારાસભ્ય ગુલાબસિંહ ચોહાણ ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે તેઓએ વીડિયોના માધ્યમથી સ્પષ્ટતા કરતા કીધું હતું કે હું કોંગ્રેસમાં જ છું ત્યારે આ બધી અટકળો વચ્ચે આજે તેમને જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવવવામાં આવતા રાજકરણ ગરમાયું છે. ત્યારે હવે ગુલાબસિંહ ચૌહાણ ધારાસભ્યની સાથે સાથે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી પણ નિભાવશે. પ્રમુખ તરીકેની વરણી થતા કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ઉપરાંત આવનારી સાંસદની ચૂંટણીને ધ્યાને લઈ ગુલાબસિંહ ચૌહાણને પ્રમુખની વરણી કરવામાં આવતા જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.