મહિલાઓના હકમાં

જૂઠની રાજનીતિની અસર

સુપ્રીમ કોર્ટનો હાલનો ચુકાદો વ્યાપક પ્રભાવ પાડશે કે તલાકશુદા મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસેથી ભરણપોષણ એટલે કે ગુજારા ભથ્થું મેળવવાની અધિકારી છે. આ એટલા માટે એક મોટો અને મહત્ત્વનો ચુકાદો છે, કારણ કે તેના માધ્યમથી સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ એક ખોટા પગલાનો પ્રતિકાર કરવાની સાથે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે. એક રીતે આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે એ રેખાંક્તિ કર્યું કે બહુચર્ચિત શાહબાનો મામલે તેના દ્વારા આપવામાં આવેલ ચુકાદો સર્વથા યોગ્ય અને બંધારણસંમત હતો અને રાજીવ ગાંધી સરકારે તેને પલટીને બંધારણનું જ અપમાન કર્યું હતું.

યાદ રહે કે શાહબાનો પર સુપ્રીમ કોર્ટનો ૧૯૮૫નો ચુકાદો પણ ગુજારા ભથ્થા સાથે સંબંધિત હતો, પરંતુ મુસ્લિમ તુષ્ટીકરણની રાજનીતિને કારણે રાજીવ ગાંધીએ સરકારે સંસદમાં એ ચુકાદાને પલટી નાખ્યો હતો અને ૧૯૮૬માં કટ્ટરપંથી મુસ્લમ સંગઠનોના દબાણમાં આવીને મનમાફક અને શરિયાને અનુકૂળ મુસ્લિમ મહિલા અધિનિયમ બનાવ્યો હતો. આ અધિનિયમનો એકમાત્ર ઉદ્દેશ્ય મુસ્લિમ મહિલાઓના અધિકારોનું હનન કરવાનો હતો. હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ અધિનિયમ કોઈ પંથનિરપેક્ષ કાયદા પર હાવી નહીં થાય અને તલાકશુદા મુસ્લિમ મહિલાઓ ગુજારા ભથ્થા માટે દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૧૨૫ અંતર્ગત અરજી દાખલ કરી શકે છે.

તલાકશુદા મુસ્લિમ મહિલાઓના ભરણપોષણ પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો માત્ર એ જ નથી કહેતો કે અલગ-અલગ સમુદાયની મહિલાઓને અલગ-અલગ કાયદાઓથી સંચાલિત ન કરી શકાય, પરંતુ સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત પણ વ્યક્ત કરે છે. તેની સાથે જ એ પણ સંદેશ આપી રહ્યો છે કે દેશના લોકો બંધારણથી ચાલશે, નહિ કે પોતાના પર્સનલ કાયદાઓથી, તે ભલે ગમે તે પંથ-મજહબના હોય. અપેક્ષા રાખીએ કે વિપક્ષી દળોના એ નેતાઓ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની પ્રશંસા કરવા માટે આગળ આવે, જેઓ છેલ્લા કેટલાક સમયથી સંસદની અંદર-બહાર બંધારણની નકલો લહેરાવીને એવો દાવો કરી રહ્યા છે કે તેમણે તેની રક્ષા કરી છે અને તેને બચાવવા માટે પ્રતિબદ્ઘ છે.

જો બંધારણ પ્રત્યે તેમની પ્રતિબદ્ઘતા સાચી હોય તો તેમણે આ ચુકાદાનું સ્વાગત કરવું જોઇએ. એની ભરપૂર આશંકા છે કે આ ચુકાદાથી કેટલાક મુસ્લિમ સંગઠનો અસહમતિ વ્યક્ત કરવાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં તેને પડકારશે. ખબર નહીં તેઓ શું કરશે, પરંતુ રાહતની વાત એ છે કે આ સમયે કેન્દ્રમાં મોદી સરકાર છે, નહીં કે કથિત સેક્યુલરિઝમનાં બણગાં ફૂંકનારી કોઈ સરકાર. આ યોગ્ય સમય છે કે મોદી સરકાર સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના પોતાના વાયદાને પૂરો કરવાની દિશામાં આગળ વધે. તેનો કોઈ મતલબ નહીં કે દેશમાં અલગ-અલગ સમુદાયો માટે તલાક, ગુજારા ભથ્થા, ઉત્તરાધિકાર, દત્તક લેવા વગેરેના નિયમ-કાયદા એ આધાર પર હોય કે તેમનો પંથ-મજહબ કયો છે.