મહીલા ઉમેદવાર માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર શીબીર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું આયોજન

દાહોદ,નારી વંદન ઉત્સવ, મહીલા સ્વાવલંબન દિવસ નિમીતે, જીલ્લા રોજગાર કચેરી દાહોદ તથા મહીલા અને બાળ અધિકારીની કચેરી, દાહોદના સંયુકત ઉપક્રમે તા.3.08.2023 ના રોજ સવારે 10:00કલાકે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે માત્ર મહીલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાશે. જેમાં દાહોદ જીલ્લાના નોકરીદાતા હાજર રહીને 100 થી વધારે ટેકનિકલ અને નોન ટેકનીકલ ફુલ ટાઈમ પાર્ટ ટાઈમ જગ્યાઓ માટે ધો 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતી 18 થી 35 વર્ષની મહીલા ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરીને રોજગારીની તકો પુરી પાડશે, તેમજ સ્વરોજગાર લોન, સહાય યોજના અને વોકેશનલ તાલીમ અંગે તેમજ મહીલાના અધિકારો અને મહીલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અંગે વિવિધ સરકારી કચેરીના અધિકારી હાજર રહીને વિના મુલ્યે માર્ગદર્શન આપશે. તેમજ રોજગાર કચેરી અધિકારી કર્મચારી દ્વારા રોજગારલક્ષી પોર્ટલ www.anubandham.gujarat.gov.in અનેwww.ncs.gov.in પોર્ટલના ઉપયોગ અંગે માર્ગદર્શન આપીને સ્થળ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવશે. ઉકત રોજગાર ભરતી મેલા, સ્વરોજગાર માર્ગદર્શન શીબીર તેમજ અનુબંધમ નામ નોંધણી કેમ્પમા ભાગ લેવા માંગતા માત્ર મહીલા ઉમેદવારોએ પોતાના આધાર કાર્ડની ઝરોક્ષ તેમજ પોતાના બાયોડેટાની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.