મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં બળાત્કારનો પ્રયાસ કરનારા પુરુષને એક મહિલાએ એવો પાઠ ભણાવ્યો હતો કે તે તેની લાઇફમાં ક્યારેય ભૂલી નહીં શકે. મહિલા ઘરમાં પ્રવેશ કરી બળાત્કારની કોશિશ કરનાર વ્યક્તિના ખાનગી ભાગને કાપી નાખ્યો હતો અને પોલીસ સ્ટેશન પર પહોંચીને જાતે જ તેની જાણ કરી હતી.
પીડિત વ્યક્તિ મહિલાના ઘરમાં ઘૂસીને તેમની સાથે કથિત રુપથી જબરદસ્ત બળાત્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ માહિતી પોલીસે મળી હતી.
સીધી જિલ્લાના ખાદી પોલીસ ચોકીના ઇન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ રાજપૂતે મહિલાની ફરિયાદના હવાલાથી જણાવ્યું છે કે રાત્રે 11 વાગ્યે રમેશ સાકેતે બળજબરીથી મહિલાના ઘરે પ્રવેશ કર્યો હતો અને મહિલા સાથે બળજબરીપૂર્વક દબાણ કર્યું હતું અને જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે તેણે માર માર્યો હતો.
તેણે કહ્યું કે જ્યારે આરોપી મહિલાને છોડતો ન હતો, અને વારંવાર અશ્લીલ હરકત કરી રહ્યો હતો, જબરદસ્તીથી બળાત્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે મહિલાએ પલંગ પર જ રમેશના ખાનગી ભાગને કાપી નાખ્યો હતો. તેમણે કહ્યું કે આ પછી મહિલા પોતે પોલીસ ચોકી પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.
રાજપૂતે જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને સારવાર માટે સેમરિયા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાંથી તેને જિલ્લા હોસ્પિટલમાં અને બાદમાં રીવાની સંજય ગાંધી મેડિકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે આરોપી વ્યક્તિ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે પીડિતાની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં વિગતવાર તપાસ હાથ ધરી છે.