મુંબઇ,
એક અસાધારણ ઘટનામાં ગયા અઠવાડિયે મઝગાંવની મેજિસ્ટ્રેટ કોર્ટે એક ૩૮ વર્ષીય મહિલાને અન્ય મહિલાના શિલભંગના આરોપસર દોષી ઠેરવી હતી અને તેને ત્રણ વર્ષની કેદની સજા અથવા એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. વર્ષ ૨૦૨૦માં થયેલા ઝઘડા દરમિયાન આરોપી મહિલાએ તેની પડોશી મહિલાના કપડાં ફાડી નાખ્યાં હતા અને તેને પૂરી રીતે નગ્ન કરી નાખી હતી. એટલું જ નહીં આટલેથી ન અટક્તાં તેણે પતિને તેની પર બળાત્કારનું પણ જણાવ્યું હતું જોકે પતિએ તેને ખોટા કામમાં સાથ આપવાની ના પાડી દીધી હતી. પીડિતાએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી મહિલાની માતા સાથે તેના ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો હતા, જે આરોપી અને તેના વચ્ચેના વિવાદનું કારણ હતું. પીડિતાએ જણાવ્યું કે, આરોપીએ તેના પર ચપ્પલ ફેંક્યું હતું અને તેના માથા પર બીજા ચપ્પુથી પણ માર્યું હતું. એક પ્રત્યક્ષદર્શી પાડોશીએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ કથિત રીતે પીડિતાનું ગળું પકડી લીધું હતું અને તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું અને તેની નાઇટી પણ ફાડી નાખી હતી અને નગ્ન કરીને પતિને તેની પર બળાત્કારનું જણાવ્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે, તમામ સાક્ષીઓના પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે આરોપી દ્વારા પીડિતા પર ગુનાહિત બળનો ઉપયોગ એ હેતુથી કરવામાં આવ્યો હતો કે આ પ્રકારનું કૃત્ય કરવાથી ચોક્કસપણે તેના શીલભંગ પર અસર પડશે. પીડિતાને માર મારીને અને તેની નાઇટી ફાડીને આરોપી મહિલાએ તેની પ્રાઈવેસીના અધિકારનો ભંગ કર્યો છે.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મનોજ વસંતરાવ ચૌહાણે જણાવ્યું હતું કે, તમામ સાક્ષીઓના પુરાવાથી જાણવા મળ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે એક જ બિલ્ડિંગના પુરુષો પણ ત્યાં ઊભા હતા. કોર્ટે આગળ કહ્યું કે એક સ્ત્રી કોઈ પણ પુરુષની જેમ જ અન્ય કોઈ પણ સ્ત્રી પર ગુનાહિત બળનો હુમલો કરી શકે છે અથવા તેનો ઉપયોગ કરી શકે છે; અને જે મહિલા પર હુમલો થયો છે અથવા જેની સામે ગુનાહિત બળનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મહિલા રોષે ભરાયો છે તેવા ઇરાદા કે જ્ઞાન સાથે. એવું નથી કે સ્ત્રીઓ સ્ત્રીઓની મોડેસ્ટીનો ભંગ ન કરી શકે અથવા આવા ગુનાઓ માત્ર પુરુષો જ કરી શકે છે.
મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો કે આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ પુરુષ તેમજ મહિલાને આવા ગુનામાં દોષિત ઠેરવી શકાય છે. મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, આઈપીસીની કલમ ૩૫૪, તમામ વ્યક્તિઓ પર સમાનતાનું સંચાલન કરે છે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, અને એવું માની શકાય નહીં કે મહિલાને આ કલમ હેઠળ કોઈપણ સજામાંથી મુક્તિ આપી શકાય છે. જે ગુનામાં તે દોષી સાબિત થઈ તેની મહત્તમ સજા ૫ વર્ષની હતી. પરંતુ કોર્ટે તેને ઓછામાં ઓછી ૧ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.