શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામ માંથી પડિતા બહેનનો મદદ માટે 181 અભયમ્માં કોલ આવેલ અને જણાવેલ કે મારા કાકા સસરા અને તેનો દિકરો ખૂબજ મારપીટ કરે છે, જલ્દી આવો તેમ.
ગોધરા 181 ટીમ ત્વરિત ધટના સ્થળે દોડી ગયેલ અને પછી પીડિતાનું કાઉન્સિલીંગ કર્યું. મહિલાને જમીન બાબતે કાકા સસરા અને તેનો દિકરો તેના ઘરમાં ધસેડી લઈ જઈ ખૂબજ માર મારી બહેનની ઈજ્જત લુટવાની કોશિષ કરી હતી. લાતો મારી તથા દંડા વડે માર મારેલ અને ગળામાં છાતી, પેટ, પગ જેવા આંગો પર ઈજા થઈ હતી. આમ, તેના પતિને પણ અવાર-નવાર મારઝૂડ કરતા હતા. બહેનના પહેરેલા વસ્ત્રો પણ ફાડી આપ્યા હતા. તેના ઘરમાં સાસુ- સસરા કોઈ નથી, પતિ અને બે દીકરી એક દિકરો હોવાથી મજબૂરીથી કાકા સસરાનો અત્યાચાર સહન કરતા હતા.
181ની ટીમે સ્થળ પર પહોંચી તેમના ધરે સમજવા ગયેલ પરંતુ ઘરે લોક લગાવી તેઓ ઘરેથી ભગી ગયા હતા. પછી આગળની કાર્યવાહી કરવા માટે કાયદાકિય માહિતી આપી. મહિલાને સલાહ, સુચન અને માર્ગદર્શન આપી તેમનો ડર દુર કરેલ.
181 ટીમના કાઉન્સેલર મધુબેન દ્વારા પીડિતાનું વધું કાઉન્સિલીંગ કરતા જાણ્યું કે, મહિલાને બે દીકરી અને એક નાનો દીકરો લઈ રહે છે, પતિ મજૂરી કામ માટે બહાર ગામ રહે તમને જમીન બાબતે કાકા કુટુંબીઓએ પણ હેરાન કરી ખેતી કરવા દેતા નથી. તેના પતિને પણ મારી નાંખવાની ઘમકી આપે છે અને જો આગળ કાર્યવાહિ કરશે તો પણ મારી નાખવાની ધમકી આપી હતી.
પરંતુ મહિલાને ખુબજ માનસિક શારીરિક ત્રાસ હોવાથી તથા કાકા સસરાનો માર સહન ન થતા પીયરયા માંથી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન વિશેની માહિતી મળતા મદદ માંગી હતી.
181ની ટીમે સ્થળ પરથી પહોંચી બહેનને સાંત્વના આપી પ્રાથમિક સારવાર આપી હતી. સલાહ સુચન અને માર્ગદર્શન આપેલ અને તેના બાળકોનો અભ્યાસ ન બગડે તેમનું ઘ્યાન રાખવું સમજાવેલ ત્યારબાદ બહેન આગળની કાર્યવાહી કરવા માંગતા હતા. તેથી શહેર પોલીસ સ્ટેશનમાં કેસ રીફર કરેલ. ત્યારબાદ મહિલા અને તેના પતિ 181 ટીમનો ખૂબખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.