- જો મહિલાના ગર્ભમાં રહેલ બાળકને ગંભીર સમસ્યા છે તો તે મહિલા ગર્ભપાત કરાવી શકે છે.
મુંબઇ,
ગર્ભપાતને લઇ બોમ્બે હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.કોર્ટે કહ્યું છે કે કોઇ પણ મહિલાને એ અધિકાર છે કે તે ગર્ભાવસ્થા જારી રાખવા ઇચ્છે છે કે નહીં ગર્ભને જારી રાખવો તે મહિલાનો જ નિર્ણય હશે કોર્ટે અરજીકર્તા મહિલાના પક્ષમાં નિર્ણય સંભળાવતા કહ્યું કે જો મહિલાના ગર્ભમાં રહેલ બાળકને ગંભીર સમસ્યા છે તો તે મહિલા ગર્ભપાત કરાવી શકે છે.
બોમ્બે હાઇકોર્ટના ન્યાયમૂત ગૌતમ પટેલ અને એસ જી ડિગેની બેન્ચે પોતાના નિર્ણયમાં મેડિકલ વોર્ડના વિચારને પુરી રીતે નકારી દીધી હકીકતમાં મેડિકલ વોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભલે જ ભ્રૃણમાં ગંભીર અસામાન્યતાઓ છે પરંતુ તેને ખત્મ કરવું જોઇએ નહીં કારણ કે ગર્ભાવસ્થા લગભગ પોતાના અંતિમ તબક્કામાં છે.સુનાવણી દરમિયાન કોર્ટે મેડિકલ વોર્ડની આ દલીલને રદ કરતા મહિલાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો.
એ યાદ રહે કે મહિલાની સોનોગ્રાફી ટેસ્ટ દરમિયાન ખબર પડી કે ગર્ભમાં રહેલ ભ્રૃણમાં ગંભીર વિકાર છે અને તે શારીરિક તથા માનસિક અક્ષમતાઓની સાથે પેદા થશે ત્યારબાદ જ મહિલાએ ગર્ભપાત કરાવવાની માંગ કરતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અદાલતે પોતાના આદેશમાં કહ્યું હતું કે ભ્રૃણમાં અસામાન્યનતા જોવા મળી રહી છે તો ગર્ભાવસ્થાની મુદ્ત કોઇ મહત્વપૂર્ણ રાખતો નથી.અરજીકર્તાએ જે નિર્ણય લીધો છે તે સરળ નથી પરંતુ જરૂરી છે.આ નિર્ણય તેનો છે અને તેને એકલા જ કરવાનો છે.પસંદગીનો અધિકાર ફકત અરજીકર્તા મહિલાનો છે મેડિકલ વોર્ડને તેનો કોઇ અધિકાર નથી.
હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ફકત વિલંબના આધાર પર ગર્ભપાત ન કરી જન્મ લેવાના બાળકો જ નહીં પરંતુ તેની માતા ભવિષ્ય પર પણ અસર પાડશે.કોર્ટે કહ્યું કે મેડિકલ વોર્ડના ગર્ભાવસ્થાનો સમય વધુ થવાની દલીલ ફકત અરજીકર્તા અને તેના પતિ પર અસહનીય પિતૃત્વ માટે મજબુત કરવાનો છે આ નિર્ણયને તેમના પર અને તેમના પરિવાર પર શું અસર પાડશે એ વાતનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી.