
ચંડીગઢ,
સંદીપ સિંહ પર હરિયાણાના જુનિયર એથ્લેટિક્સ કોચ દ્વારા યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોચે જણાવ્યું કે તે સંદીપ સિંહની ચંદીગઢ ઓફિસમાં તેને મળવા માટે કોઈ સત્તાવાર કામ પર ગઈ હતી. ત્યારે મંત્રી દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું ફરિયાદ નોંધાવ્યા બાદ મહિલા કોચે કહ્યું, ‘મને નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
મેં મારી સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. મને મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ધમકીભર્યા સંદેશા મળી રહ્યા છે. ડરથી, મેં ફોન કૉલ્સ એટેન્ડ કરવાનું બંધ કરી દીધું છે. મંત્રીએ ફેબ્રુઆરીથી નવેમ્બર દરમિયાન તેમની ઓફિસમાં અને અન્ય જગ્યાએ મને હેરાન કરી છે.
એકવાર તેણે મને સેક્ટર ૭માં મળવાનું પણ કહ્યું. તે મારી સાથે મોટાભાગે સોશિયલ મીડિયા પર વાત કરતો હતો. તેણે ચંદીગઢમાં તેના ઘરે મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. મેં ચંદીગઢ પોલીસને ઘટનાનો ક્રમ વર્ણવ્યો છે.