મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા નારી વંદન રેલી યોજાઈ

  • મહિલા સુરક્ષા દિવસની થીમ પર સરદાર પટેલ ભવન થી નીકળી બસ સ્ટેન્ડથી રેલ્વે સ્ટેશન સુધી રેલી યોજાઈ.

મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા નારી વંદન ઉત્સાહ નિમિત્તે તા.01/08/2024 થી તા.07/08/2024 સુધી વિવિધ થીમ આધારીત ઉજવણીનો પ્રારંભ થઇ રહ્યો છે. તે અંતર્ગત ખેડા જીલ્લામાં તા.01/08/2024ના મહિલા સુરક્ષા દિવસની થીમ આધારીત સૌપ્રથમ નારી વંદન રેલી યોજાઇ. જેમાં નડીઆદ નગર પાલીકાના પ્રમુખ કિન્નરીબેન શાહ અને મહિલા અને બાળ અધિકારી ખેડાએ રેલીને પ્રસ્થાન કરાવેલ. નારી વંદન ઉત્સવ અંતર્ગત રેલીમાં કુલ 118 દીકરીઓએ ભાગ લીધેલ કે જેઓ નડીયાદ સરદાર પટેલ ભવન થી નીકળી બસ સ્ટેન્ડથી રેલ્વે સ્ટેશન જઈ સરદાર-પટેલ ભવન પરત આવી. જેમાં શાળાની કિશોરીઓ તથા પોલીસ વિભાગની બહેનોએ ભાગ લીધેલ હતો.

ત્યારબાદ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કઠલાલ કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં મહિલા અને બાળ અધિકારી ફરજાના ખાન તથા દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી સોનલબેન પટેલ હાજર રહ્યા હતા. જેમાં સાયબર ક્રાઇમ માંથી PSI નીરજ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી. આઈસીડીએસ વિભાગમાંથી સીડીપીઓ અલકાબેન તેમજ કઠલાલ પીએસઆઇ ડી.એચ.દેવડા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત SHE ટીમ દ્વારા મહિલાઓને લગતી માહિતી આપવામાં આવી. તેમજ કરાટે અને વ્યાયામમાં રાજ્ય લેવલે ગોલ્ડ મેડલ મેળવેલ દીકરીઓનું ટ્રોફી આપી સન્માન કરેલ તથા તેમના દ્વારા કરાટે પર નિદર્શન કરાવેલ. ઘરેલુ હિંસા અધિનિયમ 2005 ની માહિતી તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકિયા માહિતી પીબીએસસી કાઉન્સેલર અંકિતાબેન પરમાર દ્વારા આપવામાં આવેલ હતી અને સખીવન સ્ટોપ સેન્ટરની માહિતી નીલમબેન ડામોર-કેન્દ્ર સંચાલક દ્વારા આપવામાં આવેલ હતી.