મહી ઉદ્વહન યોજનાની રવેરી ગામેથી કામગીરી શરૂ કરાઈ

મલેકપુર,મહી ઉદ્વહન સિંચાઈ યોજના થકી ખેડા-મહિસાગરના વિવિધ 81 ગામના કુલ 134 તળાવો ભરવાથી 8,100 હેકટર જમીનને પિયતનો લાભ થનાર છે. ત્યારે આ યોજના માટે જળ સંપત્તિ-પાણી પુરવઠા રાજયમંત્રી મુકેશ પટેલ મહી નદી ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.794 કરોડની વહીવટી મંજુરી ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થતાં લુણાવાડાના ટોરીયા અને બાલાસિનોરના રૈયત ગામેથી કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.

મદી નદીની ઉદ્વહન સિંચાઈ યોજનાની ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના 54 ગામ, કઠલાલના 20 ગામ, ગળતેશ્ર્વરના 7 ગામ, ઠાસરા તાલુકામાં 5 , તેવી જ રીતે મહિસાગરના બાલાસિનોર તાલુકાના 40 ગામ એમ બંને જિલ્લાના કુલ 134 તળાવો ભરવામાં આવશે. આ તળાવો ભરવાથી 8,100 હેકટર વિસ્તારને સિંચાઈ પાણીનો લાભ મળશે.