મહેસાણા, ગુજરાતમાં અવારનવાર દુષ્કર્મના બનાવ સામે આવતા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરથી વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિસનગરની પરિણીતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. એક સામે ધમકીની અને એક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આજથી દોઢ માસ અગાઉ આરોપી ઘરમાં ઘુસી આવ્યો હતો, તેણે બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ આરોપીએ એક મહિના અગાઉ પરિણીતાનું અપહરણ કર્યું હતું અને તેને નેપાળ ખાતે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી નેપાળમાં મકાન ભાડે રાખી પરિણીતા સાથે રહેવા લાગ્યો હતો અને તેના પર વારંવાર મરજીથી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો હતો. પરિણીતા હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ એક આરોપી વિરુદ્ધ ધમકી અને એક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.