મહેસાણા, મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીએ આપઘાત કર્યો છે. યુવતીની સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે સંબંધ રાખવા માટે સતત દબાણ કરવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરી છે. રોહિણી ઉર્ફે પિક્ધી નામની યુવતીએ આત્મહત્યા કરી છે.
આ યુવતીએ તેની સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે તેને એક વ્યક્તિ અને તેના વિવિધ કુટુંબીજનો યુવતી પર સંબંધ રાખવા દબાણ કરતા હતા અને યુવતીની જરા પણ ઇચ્છા ન હતી. યુવતે નંબર બ્લોક કર્યા પછી પણ બીજા નંબરથી કોલ કરીને ત્રાસ આપતા હતા. આના પગલે તે વ્યક્તિ અને તેના કુટુંબીઓ સામે આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉનાવા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો છે.
ઉનાવા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ ફોન અને તેણે જેની સામે ફરિયાદ નોંધાવી છે તે તમામના મોબાઇલ ફોન કબ્જે લીધા છે.