કડી, મહેસાણા જિલ્લાના કડીમાંથી ડ્રગ્સ ઝડપાયુ છે. કડીમાં ચાલતા નશાના કારોબારને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.બાતમીને આધારે કડીમાં આવેલા કસ્બાના છીપવાડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન એક શખ્શ પાસેથી ૭ લાખ રુપિયાની કિંમતનુ એમડી ડ્રગ્સ ઝડપાયુ છે.
કડીના છીપવાડા વિસ્તારમાં દરોડો પાડીને ઈમરાનશા ફકીરની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસે ૭૧ ગ્રામ જેટલુ એમડી ડ્રગ્સ ઝડપી લીધુ છે. આરોપી ઈમરાનશા પડીકીના સ્વરુપમાં ડ્રગ્સનુ વેચાણ કરતો હતો. પ્રતિ પડીકી દીઠ રુપિયા ૧૦ હજાર વસુલતો હતો.