મહેસાણા,
મહેસાણા જિલ્લામાં સતત ચોરીના બનાવો બની રહ્યા છે. આજે મહેસાણાના મહિલા સાસંદ શારદાબેન પટેલની ઓફિસમાં ચોરીના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, સાસંદના સુવિધા કેન્દ્ર કે જે જિલ્લા પંચાયતની સામે આવેલું છે ત્યાં ચોરી થઇ છે. અહેવાલ મુજબ ઓફીસમાં થયેલી ચોરીમાં ૨૫ પ્લાસ્ટિક ખુરશી, ફ્રીજ, બે એસીના ઈન્ડોર, પસ્તી સહિત તમામ નળ જેવી વસ્તુઓ ચોરી થઈ છે. ચોરી થયા બાદ પોલીસનો કાફલો સાસંદની ઓફિસે પહોંચ્યો હતો. માહિતીની જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા સાંસદ શારદાબેનની ઓફિસમાં સતત બીજી વખત ચોરીનો બનાવ બન્યો છે. અગાઉ પણ ચોરી થઇ હતી પરંતુ ત્યારે સાંસદે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ મામલે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.