મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરના મોત મામલે ૩ કર્મચારીને આજીવન કેદની સજા

મહેસાણા, મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરને માર મારવાને લઈ મોત નિપજવાને મામલે કોર્ટે ત્રણ જણાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. બાળ ઓબ્ઝર્વેશન હોમના ગૃહપિતા અને બે સિક્યુરિટી ગાર્ડને હત્યા અને એટ્રોસિટીના કેસમાં આજીવન કેદની સજા કરી છે. કિશોરને લાકડીઓ અને ધોકા વડે બેરહેમ માર મારવામાં આવ્યો હતો. જેને લઈ તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન કિશોરનું મોત નિપજ્યું હતુ.

ઘટના વર્ષ ૨૦૨૦માં બની હતી. જે દરમિયાન ગૃહપિતા અને સિક્યુરિટી ગાર્ડે એક કિશોરને માર માર્યો હતો. કિશોર બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી જવાને લઈ ત્રણેય જણાએ તેને માર માર્યો હતો. ગૃહપિતા વિષ્ણુ પ્રજાપતિ અને બે સિક્યુરિટી ગાર્ડ અક્ષય ચૌધરી અને કનુ ચૌધરીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. સાથે જ આરોપીઓએ ભરેલા દંડમાંથી મૃતક કિશોરના પરિવારને વળતર ચુકવવા માટે હુકમ કર્યો છે.