મહેન્દ્રસિંહ ધોની સામે ફરિયાદ થતાં ખળભળાટ, બીસીસીઆઇએ જવાબ માંગ્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે અને લોકો એમના જીવન વિશે જાણવા માટે ઉત્સુક પણ રહે છે. એવામાં હાલ ધોની ફરી ચર્ચામાં છે કારણ કે તેના વિરુદ્ધ બીસીસીઆઇની એથિક્સ કમિટી સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વાત એમ છે કે યુપીના અમેઠીના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ બીસીસીઆઇની એથિક્સ કમિટીમાં મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ ફરિયાદ પત્ર દાખલ કર્યો છે અને આ ફરિયાદ બીસીસીઆઇના નિયમ ૩૯ હેઠળ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કરવામાં આવી છે.

વાત એમ છે કે બીસીસીઆઇમાં કરવામાં આવેલી આ ફરિયાદ રાંચી સિવિલ કોર્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ જે મિહિર દિવાકર વિરુદ્ધ ૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડીમો કેસ કર્યો છે તેના સંબંધમાં છે. બીસીસીઆઈની એથિક્સ કમિટીએ આ મામલે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ૩૦ ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. બીજી તરફ રાજેશ કુમાર મૌર્યને આ મામલે ૧૬ સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

અમેઠીના શંકરપુર ગામના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ ICC નિયમો અને વિનિયમોના નિયમ ૩૯(૨) હેઠળ એથિક્સ ઓફિસર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્ર સિંહ ધોની પર આ નિયમોના નિયમ ૩૮(૪)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.