નડિયાદ,આગામી તા.07 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ખેડા જીલ્લામાં મતદાનનું પ્રમાણ ઉંચુ લાવવા ચાલતી અનેકવિધ પ્રવૃતિઓના ભાગરૂપે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.)ની સખી મંડળની બહેનોએ હાથોમાં મતદાન જાગૃતિના સ્લોગનની મહેંદી મુકીને મતદાન જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો હતો.
જેમાં જીલ્લાના વિવિધ સખી મંડળોની કુલ 36,780 જેટલી બહેનો દ્વારા હાથ પર મહેદી મૂકી દરેક ગામોમાં 100% મતદાન થાય તે માટે સમાજમાં એક અનોખો સંદેશો આપ્યો. સખી મંડળની બહેનોએ તેમના હાથ પર મહેંદી થી ચુનાવકા પર્વ દેશ કા ગર્વ અને આવો મતદાન કરીએ પવિત્ર ફરજ અદા કરીએ” જેવા વિવિધ સ્લોગન લખી મતદાન જાગૃતિની કામગીરી કરી હતી.