મહેમદાવાદ, લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અન્વયે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત 117-મહેમદાવાદ વિઘાનસભા મતદાર વિભાગનાં સિહુંજ ગામ ખાતે આઈ.સી.ડી.એસ. તેમજ હેલ્થ ડિપાર્ટમેન્ટના સંકલન દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રંગોળી કરી અને સિગ્નેચર કેમ્પેઈન દ્વારા લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી (સિંહુજ), નાયબ મામલતદારશ્રી તથા હેલ્થ ડિપાર્ટમેન્ટના અન્ય કર્મચારીઓશ્રી સહિત અંદાજીત 100 થી 120 વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.