ખેડા : મહેમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ માલગાડીના ચાર ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતાં અક્સ્માત સર્જાયો છે. આ અક્સમાત બાદ માલ ગાડીના પૈડા છૂટા પડી ગયા હતા અને પ્લેટફોર્મને ઘસાતા પ્લેટફોર્મની દીવાલો અને પ્લેટફોર્મનો થોડો ભાગ પણ તૂટી ગયો હતો. સદનસીબે આ અકસ્માતને કારણે કોઇને જાનહાની થઇ હોવાના સમાચાર સામે આવ્યા નથી.
મહેમદાબાદ રેલવે સ્ટેશન પર નડીયાદથી અમદાવાદ જતા પ્રથમ ક્રોસિંગ પાસે આ દુર્ઘટના બની હતી. બ્રિજથી થોડેક દૂર માલગાડી નં.૩૧૪૧૫ લોકો પાયલોટ આનંદ સોનકર આ માલગાડીને નડિયાદ તરફથી અમદાવાદ તરફ લઈ જતા હતા. જેનું સ્ટોપેજ મહેમદાવાદ રેલવે સ્ટેશન લૂપ લાઈન પ્લેટફોર્મ નંબર ૪ પર રાખવાનું હતુ.
૩૫ મીટર જેટલા અંતરમા માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા માલ ગાડીના પૈડા છૂટા પડી ગયા હતા. આ છૂટા પડેલા પાટા પ્લેટફોર્મને ઘસાતા પ્લેટફોર્મની દીવાલો પણ તૂટી ગઇ હતી.
ગતરોજ સાંજે ૦૬:૩૫ નડિયાદ તરફથી આવતી માલ ગાડીને લુપ લાઈનમાં રાખવા માટે સિગ્નલ અપાયું હતું. પરંતુ લુપ લાઇનમાં કોઈ કારણોસર ઇમરજન્સીમાં સમારકામ કરવાનું હોય રેલ્વે માસ્તરને જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં આ ગાડીને લૂપ લાઇનમાં રાખવા માટે સિગ્નલ અપાતા અનેક તારક વિતર ઉદભવ્યા હતા.
૪૧ ડબ્બાની આ ગાડીની અંદર ચાર ડબ્બા ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જો આ ગાડી મેન અપડાઉનવાળી લાઈનમાં ડબ્બા ઉતરી ગયા હોત તો મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાઈ હોત. ગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની જાણ થતાની સાથે જ લોકટોળા એકત્રિત થયા હતા.
તેમજ રેલવેમાં અધિકારીઓ, સ્ટાફ, કર્મચારીગણ, સૌ કોઈ ઘટના સ્થળે પહોંચીને ગાડીને પાટ પર લેવાની કામગીરી ચાલુ કરી હતી. પરંતુ નીચે સિમેન્ટમાં ગાર્ડ પણ તૂટી ગયા હતા. જમીનમાં દબાઈ ગયા હતા જેને લઈને હાલ આ લાઈનનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો.