મહેલોલ ખાતે વિશા ખડાયતા સમાજની વાડી ખાતે વૈષ્ણવાચાર્ય હરિરાય મહાદેવનો પ્રાગટય દિવસ ઉજવાયો

ગોધરા, ગોધરા તાલુકાના મહેલોલ ખાતે વિશા ખડાયતા સમાજની વાડી ખાતે વૈષ્ણવાચાર્ય હરિરાય મહાદેવનો શુભ પ્રાગટય દિવસ ઉજવાયો.

મહેલોલ ખાતે વૈષ્ણવાચાર્ય હરિરાય મહાદેવના શુભ પ્રાગટય દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. મહેલોલ ખાતે વિશા ખડાયતા સમાજની વાડીના ર્જીણોદ્ધાર નિમિતે વૈષ્ણાવાચાર્ય હરિરાય મહાદેવનો પ્રાગટય દિવસ શુક્રાદ્વેન દ્વિતિય પીઠાધીશ્ર્વર અનંત વિભુષિત જગગુરુ કલ્યાણરાય મહારાજ તથા વૈષ્ણાવાચાર્ય વાગધીશ મહાદેવની મંગલમયનામાં વિવિધ મનોરથો અને કાર્યક્રમ યોજવામાં આવ્યો.