- નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ લી.ગાંધીનગર અંતર્ગત ગોધરા તાલુકાના મહેલોલ ખાતે ઉદવહન સિંચાઇ યોજનાનું ખાત મુહર્ત સમારોહ યોજવામાં આવ્યું.
ગોધરા, ગોધરા વિધાનસભાનાં ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા મહેલોલ ગામે મેશરી નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી રહે છે. મહેલોલ, હરકુંડી ગામોના ખેડૂતો સિંચાઈ યોજનામાં સમાવિષ્ટ ન હોય અને વિસ્તારમાં કોઈ ડેમ આવેલ ન હોવાથી અંદાજે 462 એકરના ખેતીના વિસ્તારને મોટું નુકશાન થાય છે. જેથી આ બે ગામોના 230 જેટલા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારમાં મેશરી નદી આધરીત ઉદવહન સિંચાઇ યોજના બનાવવા ભલામણ કરેલ હતી અને જરૂરી જોગવાઈ બજેટમાં કરી યોજનાને મંજૂરી આપવા જણાવેલ ધારાસભ્ય ગોધરાની ભલામણ અન્વયે નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જરૂરી પ્રોજેક્ટ રિપોર્ટ કાર્યપાલક ઈજનેર વડોદરાની કચેરીએ સાદર કરવામાં આવેલ.
ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ હસ્તકની સબ યુનિટ 3/2 (ભુ. જ.વ્ય) લુણાવાડાના કાર્યક્ષેત્ર માં આવતા મહેલો ગામે અંદાજિત 139.58 લાખના ખર્ચે 187 હેટકર ખેતીની જમીનમાં સિંચાઇ ની સુવિધા ઉપલબ્ધ કરાવવા હેતુસર મેસરી નદી આધારિત નવીન ઉદવહન સિંચાઇ યોજનાની મંજૂરી આપવા આવી હતી. જેના આજ રોજ ખાત મુહૂર્ત સમારોહમાં પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ, આર.સી.પરમાર નાયબ કાર્યપાલક ઈજનેર, સબ યુનિટ, લુણાવાડા, બજાર સમિતિના સભ્ય વિષ્ણુભાઇ પટેલ,ખેડૂત આગેવાન હસમુખભાઈ પટેલ, રાજુભાઈ ચૌહાણ,ધવલભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ પટેલ,હર્ષદભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, સરપંચ ઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ યોજનાથી ખેડૂતોને ત્રણેય સીઝનમાં સિંચાઇનો લાભ મળી શકશે. ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવશે. અને ખેડૂતો ઘર આંગણે પોતાની આજીવિકા મેળવી શકશે. આ યોજનાનું સંચાલન પિયત સહકારી મંડળી બનાવી કરવાનું હોય ખેડૂતોમાં એક મેક વતી સહકાર પ્રશાથપિત થશે અને સહકાર થી સમૃદ્ધિ નો દહેય સિધ્ધ થશે. સાથે સરકારની સરદાર સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અભિગમનો વ્યાપ વધશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને ગોધરા વિધાનસભા ધારાસભ્ય સી.કે.રાઉલજી નો ગ્રામજનોની સિંચાઇ સુવિધાની માંગણી પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કરી પોતાની ભાવનાઓ પ્રકટ કરેલ.