મહેબુબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરમાં શારદા દેવી મંદિર ખોલવાનું સ્વાગત કર્યું

શ્રીનગર,પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પ્રમુખ મહેબુબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લામાં નિયંત્રણ રેખાની નજીક શારદા દેવી મંદિર ખોલવાના નિર્ણયનું સ્વાગત કર્યું પૂર્વ મુખ્યમંત્રીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારોબાર બહાલ થવાની આશા પણ વ્યકત કરી હતી.મુફ્તીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ ખુબ જ સારૂ જ છે અમે હંમેશાથી કહેતા આવ્યા છીએ કે સંબંધોને બનાવી રાખવામાં આવે કાશ્મીરી પંડિત પણ આ મંદિરને બીજીવાર ખોલવા માંગતા હતાં.એ યાદ રહે કે એક દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરી કાશ્મીરના કરનાહ સેકટરમાં ઓનલાઇન માધ્યમથી માતા શારદા દેવી મંજિરનું ઉદ્ધાટન કર્યું હતું.

એ યાદ રહે કે પીડીપીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરના રાજૌરી જીલ્લાના ધાંગરી ગામનો પણ પ્રવાસ કર્યો હતો જયાં આ વર્ષની શરૂઆતમાં આતંકવાદીઓએ સાત ગ્રામીણોની હત્યા કરી દીધી હતી અને ૧૪ અન્યને ઘાયલ કર્યા હતાં પીડીપીના એક પ્રવકતાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી અને તેમના દુખમાં સહભાગી થયા હતાં. મહેબુબાને તે જગ્યા પણ બતાવવામાં જયાં આતંકવાદીઓએ ગ્રામીણો પર ગોળીબાર કર્યો હતો.

પ્રવકતાએ જણાવ્યું હતું કે પીડીપી પ્રમુખ પીડિત પરિવારોની આપબીતી સાંભળીને ભાવુક થઇ ગયા અને તેમણે આશ્ર્વાસન આપ્યું કે હુમલાખોર ઇશ્ર્વરના કોપથી બચશે નહીં અધિકારીઓ અનુસાર હુમલામાં સામેલ આતંકવાદી હજુ પણ ફરાર છે અને તેમને ઠાર મારવાના પ્રયાસો જારી છે.