તિરુવંતપુરમ, સત્યનું પાલન કરવાની મહાત્મા ગાંધીની શીખ સાડા ત્રણ વર્ષની બાળકીની જાતીય શોષણની તપાસમાં અને આરોપીને ૧૦૦ વર્ષની જેલની સજા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. બે વર્ષ જૂના કેસમાં પથાનમથિટ્ટા જિલ્લાની અદૂર ફાસ્ટ ટ્રેક એન્ડ સ્પેશિયલ કોર્ટે ૧૧ ઓક્ટોબરે કોલ્લમ જિલ્લાના પઠાણાપુરમ નજીક પુનાલાના રહેવાસી આરોપી વિનોદને ૧૦૦ વર્ષની સખત કેદ અને ૪ લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.
આ ભયાનક ઘટના બીજા ધોરણના પાઠ્યપુસ્તકમાં મહાત્મા ગાંધી વિશેના એક પાઠના કારણે આવી છે. પીડિત બાળકીની ૮ વર્ષીય મોટી બહેને પોતાની માતાને એ વિશે જણાવ્યું કે, તેને અને તેની નાની બહેનને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. આ બાળકીએ બીજા ધોરણના પાઠ્યપુસ્તકના એક પાઠમાં ગાંધીજીની શિક્ષા ’ક્યારેય કોઈની સાથે જૂઠું ન બોલવું જોઈએ’ શીખી હતી. ત્યારબાદ આ બાળકીએ પોતાની માતાને સત્ય બતાવવાનું નક્કી કર્યું. આ દુ:ખદ ખુલાસા બાદ માતા-પિતાએ અડૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાડા ત્રણ વર્ષની બાળકી સાથે ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ દરિંદગી કરવામાં આવી હતી. આરોપીએ પીડિતાની ૮ વર્ષની મોટી બહેન સાથે પણ દરિંદગી કરી હતી. તે આ મામલે પ્રત્યક્ષદર્શી સાક્ષી હતી. જજ એ સમીરે ૫ કલમોમાં નિર્ણય સંભળાવ્યો. જોકે, ૧૦૦ વર્ષની સજા ૫ અલગ-અલગ ગુનાઓમાં આપવામાં આવી છે. પરંતુ દોષીને સગીરો સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં ઓછામાં ઓછી ૨૦ વર્ષની સજા ભોગવવી પડશે. દંડના પૈસા બાળકીઓને આપવામાં આવશે. દંડ ન આપતા વધુ બે વર્ષની જેલ ભોગવવી પડશે.
આ સજા પોક્સોની અલગ-અલગ કલમો હેઠળ આપવામાં આવી છે. તેમાં પોસ્કો એક્ટની કલમ ૪(૨) અને ૩) હેઠળ ૨૦ વર્ષની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ અને પોસ્કો હેઠળ ૨૦ વર્ષની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ સામેલ છે.
વર્ષ ૨૦૨૧ માં અદૂર પોલીસ સ્ટેશનના તત્કાલિન સર્કલ ઈન્સ્પેક્ટર ટીડી પ્રજિશે આ કેસની તપાસ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં બે આરોપી હતા. વિનોદની નજીકની સંબંધી રાજમ્મા બીજી આરોપી હતી. જોકે, કોર્ટે તેને ચેતવણી આપીને મુક્ત કરી દીધી છે. સાડા ??ત્રણ વર્ષની બાળકીની મોટી બહેનની છેડતીના કેસમાં વિનોદ સામે આરોપી તરીકે અલગથી કેસ ચાલી રહ્યો છે.