મુંબઈ,
આપણા દેશના બે રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધી જૂના જમાનાના અને પીએમ મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે. આ નિવેદન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે આપ્યું છે. અભિવ્યક્તિ વૈદર્ભીય લેખિકા સંસ્થા તરફથી મંગળવારે આયોજીત અભિરુપ ન્યાયાલય નામના કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે આ નિવેદન આપ્યું છે. ત્રણ વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે પીએમ મોદીને લઈને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું હતું. ત્યારે પણ તેમના પર ટીકા-ટિપ્પણીઓ થઈ હતી, જો કે ત્યાર બાદ પણ તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા.
આગળ અમૃતા ફડણવીસે કહ્યું કે, હું ખુદ ક્યારે રાજકીય નિવેદન આપતી નથી. મને તેમાં રસ પણ નથી. મારા નિવેદનથી સામાન્ય લોકો ટ્રોલ કરતા નથી. એનસીપી અથવા શિવસેનાના ઈર્ષ્યાળુ લોકો આ કામ કરે છે. હું તેમને વધારે મહત્વ આપતી નથી.
આગળ અમૃતા ફડણવીસે કહ્યું કે, હું ફક્ત મારી મમ્મી અને સાસુ માથી ડરુ છું. હું વધારે રાજકીય નિવેદન એટલા માટે નથી આપતી કેમ કે, તેનાથી મને અને દેવેન્દ્રજી બંનેને નુક્સાન થાય છે. તેનો ફાયદો લોકો બીજાના ખભ્ભે બંદૂક રાખીને ફોડે છે. હું ઘણું બોલું છું, એવી ફરિયાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ગઈ છે. આ સાચું છે, પણ હું જેવી છું, તેવી જ છું. છબી ચમકાવવા માટે હું કોઈ ફેરફાર નહીં કરું.