મહાઠગ સુકેશ જેલમાં પણ જીવે છે લક્ઝુરીયસ લાઈફ : દરોડા દરમિયાન ૧.૫ લાખની ચપ્પલ અને ૮૦ હજારના જીન્સ મળી આવ્યા

નવીદિલ્હી,

ઠગ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ મામલે હાલમાં મંડોલી જેલમાં બંધ છે. સુકેશની સેલમાં તંત્રએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમની પાસેથી ૧.૫ લાખ રૂપિયાની ચપ્પલ અને ૮૦ હજાર રૂપિયાના બે જીન્સ જપ્ત કર્યા છે. આટલું જ નહીં દરોડા દરમિયાન સુકેશ રડવા લાગ્યો હતો.

સુકેશ ચંદ્રશેખર મંડોલી જેલમાં બંધ છે. સુકેશના સેલમાં જેલર દીપક શર્મા અને જયસિંહે CRPF સાથે રેડ પાડી હતી. આ દરમિયાન સુકેશ બોખલાઈ ગયો હતો. દરોડા બાદ સુકેશ દીપક શર્મા અને જયસિંહ સામે રડવા લાગ્યો હતો.

જેલમાં સુકેશના સેલમાંથી જે સામાન મળ્યો તે જોઈએ અધિકારીઓ પણ હેરાન રહી ગયા હતા. સુકેશ પાસેથી દોઢ લાખની ચપ્પલ અને ૮૦ હજારના બે કિંમતી જીન્સ મળી આવ્યા હતા. સુકેશ ચંદ્રશેખરની દિલ્હી પોલીસે ૨૦૦ કરોડની છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી હતી. તે તિહાર જેલમાં બંધ હતો પરંતુ તિહાર જેલમાં સુકેશે અધિકારીઓને લાંચ અય્યાસી કરતો હતો. ઘણી અભિનેત્રીઓ તેને જેલમાં મળવા આવતી હતી.

મહાઠગ સુકેશ ચંદ્રશેખરે જેલમાં બેસીને બોલિવૂડની ઘણી યુવતીઓ સાથે નવા સંબંધો પણ બનાવ્યા છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે તાજેતરમાં સુકેશ સામે ૧૩૪ પાનાની ત્રીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં તમામ ખુલાસા થયા હતા.