મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના સતત વધી રહી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. બીજી તરફ લોક્સભા ચૂંટણીના પરિણામો બાદ એવું લાગી રહ્યું છે કે મહાયુતિ ગઠબંધનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું.
વાસ્તવમાં, લોક્સભા ચૂંટણીમાં દ્ગડ્ઢછને સમર્થન આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. તેમની પાર્ટી એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. વરલી વિધાનસભામાં પણ આ અંગેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વર્લી વિધાનસભામાં સક્રિય જોવા મળે છે. પોલીસ કોલોની, વરલી એસેમ્બલીના રહેવાસીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના લોકો મનસે પ્રમુખ રાજ ઠાકરેને તેમના શિવતીર્થ નિવાસસ્થાને તેમના વિસ્તારના પ્રશ્ર્નોને લઈને તેમને મળવા પહોંચશે. આ સાથે વરલીના ઘણા કાર્યકરો પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીમાં જોડાશે. સૂત્રોનું માનીએ તો મનસે નેતા સંદીપ દેશપાંડે વરલીથી વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છુક છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો છે. રાજ ઠાકેની મનસેએ ૨૫૦ સીટો પર ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, અત્યાર સુધી રાજ ઠાકરેની પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડીને કોઈ મોટો ચમત્કાર કરી શકી નથી. પરંતુ તેમની પાર્ટી જીત-હારના ગણિતને પ્રભાવિત કરવાની શક્તિ ધરાવે છે. રાજ ઠાકરેની મરાઠી મતબેંક પર પકડ હોવાનું માનવામાં આવે છે, જેનું મુખ્ય કારણ તેમનો કટ્ટર હિંદુત્વ અને આક્રમક છબી છે.
તાજેતરમાં, એક મીટિંગમાં, ઠાકરેએ પાર્ટીના કાર્યકરોને ચૂંટણીની તૈયારીઓમાં તેમની સંપૂર્ણ તાકાત લગાવવા કહ્યું છે. લોક્સભાની ચૂંટણી પહેલા જ્યારે રાજ ઠાકરેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે મનસે ભાજપ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે, પરંતુ રાજ ઠાકરેએ વિધાનસભા ચૂંટણીમાં અલગ થવાનો નિર્ણય લીધો છે.