
ઉત્તર-પૂર્વના રાજ્યો સહિત દેશના મય, પશ્ચિમ અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઇવે બંધ.નંદપ્રયાગના પાર્થદીપ અને બાજપુરમાં લગભગ ૧૦ કલાક સુધી વાહનોની અવરજવર બંધ રહી. લગભગ ૧,૨૦૦ શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો હાઇવેની બંને બાજુ ફસાયા હતા.
નોઈડા, ગાઝિયાબાદ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઝારખંડમાં મંગળવારથી વીજળી પડવાથી ૧૦ લોકોના મોત થયા છે. આ ચોમાસાની સિઝનમાં મયપ્રદેશમાં અત્યાર સુધીમાં ૫૦ ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ સહિત ૧૬ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.મહારાષ્ટ્રમાં ૨૦ સેમીથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ , છત્તીસગઢ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગોવા, તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદની શક્યતા છે. , કર્ણાટક તે જ સમયે, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, આસામ, મેઘાલય, ગુજરાતમાં સામાન્ય (લગભગ ૭ સેમી) વરસાદ થઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ કિનારે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.