મહારાષ્ટ્ર: રાજ્યભરમા રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, ઈમરજન્સી મેડિકલ સેવાઓ યથાવત

  • મહારાષ્ટ્રના મુંબઈમાં રાજ્ય સરકારની સૌથી મોટી સર જેજે હોસ્પિટલના ડીન દિપાલી સાપલે જણાવ્યું હતું કે ડોક્ટરોની હડતાળની અત્યાર સુધી કોઈ મોટી અસર જોવા મળી નથી.

મુંબઇ,

મહારાષ્ટ્રની સરકારી કોલેજોમા સાત હજારથી વધુ રેસિડેન્ટ ડોકટરો તેમની માંગોને પુરી કરવા માટે હડતાલ પર ઉતર્યા છે. તેઓ જણાવ્યુ છે કે તેની માગણીઓ જ્યાં સુધી પુરી કરવામા નહી આવે ત્યાર સુધી તેમની હડતાળ યથાવત રહેશે. આ સમય દરમિયાન રાજ્યભરમાં બિન-ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામા નહી આવે. રાજ્યભરમા ડોકટરની હડતાલના કારણે તબીબી સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રેસિડેન્ટ ડોકટરોએ હોસ્ટેલની ગુણવત્તા સુધારવા, અને સહયોગી પ્રોફેસરોની ખાલી જગ્યાઓ ભરવા માટે આ હડતાલ પાડી છે.

મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સએ (એમએઆરડી) ડોકટરની હડતાળ અંગે સરકાર પર આરોપ લગાવતા નિવેદન આપ્યું કે, સરકાર તેમની માંગણીઓને અવગણીને તેમને ઈમરજન્સી સેવાઓ બંધ કરવાનું વિચારવા દબાણ કરી રહી છે. જ્યારે કોરોના વાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ વિશે આશંકા છે. ત્યારે સરકારે અમારી માંગણી સ્વીકારીને લોકોને તબીબી સુવિધા મળતી રહે તેવા પગલાં લેવા જોઈએ.

એમએઆરડીએ હડતાળની જાહેરાત કરી છે કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલની ખરાબ સુવિધા કારણે સરકારી કોલેજોના વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રેસિડેન્ટ ડોક્ટરોએ મેડિકલ કોલેજોના ૧,૪૩૨ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની ભરતી તેમજ એસોસિએટ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ખાલી જગ્યાઓ ભરવાની માગણી કરી છે. જો તેમની આ માંગણીઓનો સ્વીકારવામાં આવશે તો રાજ્યમાં સ્વાસ્થ સેવાને હાનિ પોંહચી શકાય છે.

એમએઆરડીના પ્રમુખ અવિનાશ દહીફળેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા એસોસિએશન સાથે વાતચીત કરવા માટેનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. સરકારી અને મ્યુનિસિપલ હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ મહત્વની ભૂમિકા ભજવે છે. જેને સરકાર અવગણના કરતા હોય તેવુ જોવ મળી રહ્યું છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી મહાજને જણાવ્યું કે ‘હડતાળ કરી રહેલા ડોક્ટરોની અડધી માગ તાત્કાલિક સ્વીકારવામાં આવી રહી છે. અને સાર્વજનિક બાંધકામ વિભાગને સમારકામ માટે ૧૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સાથે જ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ડોક્ટરોએ હડતાળ પર જતા પહેલા સરકાર સાથે વાત કરવી જોઈતી હતી. જેનાથી તેમની સમસ્યાનો ઉકેલ આવી શક્તો હતો. તેમને આ હડતાળ કરવાની જરુર ન હતી.

મહારાષ્ટ્રના મુંબઈમાં રાજ્ય સરકારની સૌથી મોટી સર જેજે હોસ્પિટલના ડીન દિપાલી સાપલે જણાવ્યું હતું કે ડોક્ટરોની હડતાળની અત્યાર સુધી કોઈ મોટી અસર જોવા મળી નથી. તેમણે કહ્યું કે રેસિડેન્ટ ડોક્ટરોએ ઈમરજન્સી, ડિલિવરી વોર્ડ, ઓપરેશન થિયેટર, ઈન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ સંબંધિત તેમની સેવાઓમાં કોઈ ઘટાડો કર્યો નથી.ઈમરજન્સી સેવાઓને ડોક્ટરોએ યથાવત રાખી છે જો તેમની માગ પૂરી કરવામા નહી આવે તો તે વધુ પગલા લે તેવી સંભાવના છે.