પુણે,
મહારાષ્ટ્રના રાજ્યપાલ શુક્રવારે પૂણે પહોંચ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનો કાફલો રવાના થઈ રહ્યો હતો ત્યારે સ્વરાજ સંગઠનના કેટલાક સભ્યોએ કાળા ઝંડા બતાવ્યા હતા. જેમને પૂણે પોલીસે તાત્કાલિક કસ્ટડીમાં લીધા હતા. જી મહારાજ પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં રાજ્યના રાજ્યપાલને આ કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ યુનિવસટીના દીક્ષાંત સમારોહમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને માનદ ડિગ્રી આપતી વખતે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જે બાદ શિવસેનાએ જોરદાર વિરોધ કર્યો અને ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય વિપક્ષી નેતાઓએ કોશ્યારીને રાજ્યપાલ પદેથી હટાવવાની માંગ કરી.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા છત્રપતિ શાહુ નવેમ્બરની શરૂઆતમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ શિવાજી મહારાજને ભૂતકાળના આદર્શ ગણાવતા ભાજપના નેતા નીતિન ગડકરીને વર્તમાન સમયના આદર્શ ગણાવ્યા હતા.