- ઠાકરેની જેમ શરદ પવારના હાથમાંથી પણ પાર્ટી ગઇ,ધનંજય મુંડે,છગન ભુજબળ,દાદા ભૂસે જેવા દિગ્ગજ નેતા પણ અજીત પવારની સાથે.
મુંબઇ, વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચુંટણી પહેલા મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું પરિવર્તન આવ્યું છે મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ સુપર સન્ડે બની ગયો છે.એનસીપીમાં વિભાજન થયું છે અને એનસીપીના નેતા અજીત પવાર પતાના ધારાસભ્ય સાથે રાજભવન પહોચ્યા હતાં જયારે વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન પહોચ્યા છે.એનસીપી નેતા અજિત પવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની હાજરીમાં મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે. છગન ભુજબળે પણ મંત્રી તરીકે સોગંદ લીધા હતાં એનસીપીના નવ સભ્યોએ મંત્રી પદના સોગંદ લીધા હતાં જે સભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં છગન ભુજબળ,ધનંજય મુંડે અનિલ પાટીલ દિલીપ વલસે પાટીલ ધર્મરાવ આત્રામ સુનિલ વલસાડ અદિતિ તટકરે અને હસન મુશરફનો સમાવેશ થાય છે. કહેવાય છે કે પ્રફુલ્લ પટેલ પણ અજિત પવારની સાથે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે અજિત દાદા સામેથી આવ્યા છે અને વિકાસના મુદ્દા પર સરકારમાં સામેલ થયા છે. મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે મળીને કામ કરીશું તેમનું સ્વાગત છે.અજિત પવારના આવવાથી સરકારને ફાયદો થશે રાજયન વિકાસ ઝડપી વિકાસ થશે હવે ટ્રિપલ એન્જિનની સરકાર છે. એેનસીપીના નેતા અજિત પવાર શિંદે સરકારમાં સામેલ થઇ ગયા છે કહેવામાં આવી રહ્યું છે કે શિંદે સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે આ સાથે પાર્ટીના ૧૮ ધારાસભ્ય પણ છે તેમાંથી નવ ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવશે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામુ આપવાની ઓફર કરનાર અજિત પવારે આજે રવિવારે તેમના નિવાસસ્થાને સમર્થક ધારાસભ્ય સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ ૧૭ ધારાસભ્યો સાથે રાજભવન જવા રવાના થયા હતાં. અજિત પવારની સાથે ૩૫ ધારાસભ્યો છે જયારે ત્રણ સાંસદનો પણ અજિત પવારને સમર્થન પ્રાપ્ત છે એનસીપીના વિદ્રોહમાં ધનંજય મુંડે છગન ભુજબળ,દાદા ભૂસે જેવા દિગ્ગજ નેતા પણ અજીત પવારની સાથે છે. અજિત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજય એકમના વડા તરીકે સેવા આપવાની તક ન મળતાં તેઓ નારાજ હોવાનું કહેવાય છે આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુલે પણ હાજર રહ્યાં હતાં જ કે સુલે બેઠક છોડી દીધી હતી અગાઉ એપ્રિલ ૨૦૨૩માં અજિત પવારે સ્પષ્ટપણે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યકત કરી હતી તેમણે કહ્યું કે તે મુખ્યમંત્રી બનવા માંગે છે અને શા માટે ૨૦૨૪માં તેઓ હજુ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે તેની સાથે તેમણે એ વાત પર પણ સવાલ ઉઠાવ્યા હતાં કે ૨૦૦૪માં જયારે એનસીપીએ કોગ્રેસ કરતા વધુ સીટ જીતી હતી ત્યારે પાર્ટીએ તેમને સીએમ પદ આપવાની તક ગુમાવી દીધી હતી .
આ ઘટનાક્રમ વચ્ચે સંજય રાઉતે કહ્યું હતું કે જેને જેલ જવાનું હતું તેઓ મંત્રી પદના સોગંદ લઇ રહ્યાં છે ભાજપની દબાણની રાજનીતિને કારણે તેઓ શિંદે સરકારમાં સામેલ થયા છે.આ સરકાર ગેરબંધારણીય છે.અનેક લોકો સામે ગુના નોધાયા છે.હવે ભાજપ શું કરશે તે જોવાનું રહેશે શિંદે સરકાર ગમે ત્યારે તુટી પડી શકે છે આથી જ આ ઘટનાક્રમ બન્યો છે.શિંદે જુથના સભ્યો ગેરલાયક ઠેરવવામાં આવશે અને મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળશે રાઉતે કહ્યું હતું કે મેં હમણા શરદ પવારજી સાથે વાત કરી પવારજીએ કહ્યું કે તેઓ મજબુત છે અને લોકોનું સમર્થન છે અમે ઉદ્વવ ઠાકરે સાથે મળીને બધું ફરી બનાવીશું લક આ રમતને વધુ સમય સુધી સહન નહીં કરે અજિત પવારની સાથે રાજભવનમાં ગયેલા કેટલાક ધારાસભ્ય પટણામાં વિપક્ષી એકતાની બેઠકમાં સ્ટેજ શેર કરવા અને રાહુલ ગાંધીને સહકાર આપવાના શરદ પવારના એકતરફી નિર્ણયથી નારાજ હતાં અજિત પવારે સોગંદ લીધા બાદ ટ્વિટર પર પોતાન લોગો બદલ્યા હત અને નાયબ મુખ્યમંત્રી લખ્યું હતું.
અજિત પવાર શરદ પવાર સાથે નારાજ છે પહેલીવાર ૨મેના રોજ જયારે શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું હતું ત્યારે એવી સંભાવના હતી કે અજિત પવારને પાર્ટીની બાગડોર સોપવામાં આવી શકે છે જયારે પાર્ટીના નેતા અને સમર્થકોએ શરદ પવારના નિર્ણયનો વિરોધ કર્ય ત્યારે અજિતે ખુલ્લેઆમ કહ્યું હતું કે આ વિરોધથી કંઇ જ નહીં મળે.