મહારાષ્ટ્રના ઔરંગાબાદ સમૃદ્ધિ હાઈવે પર ફરી મોટો અકસ્માત, બસ ટ્રોલી સાથે અથડાતા ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ

મુંબઇ, મહારાષ્ટ્રના સમૃદ્ધિ હાઈવે પર ફરી એક મોટો રોડ અકસ્માત થયો છે. મંગળવારે રાત્રે ઔરંગાબાદ એટલે કે છત્રપતિ સંભાજી નગરમાં બસ એક ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળનો ભાગના ચીથડા ઉડી ગયા છે. ત્યારે મળતી માહિતી મુજબ હાલ આ અકસ્માતમાં ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે સાથે જ ૮ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ પાછળથી ટ્રોલી સાથે અથડાઈ હતી. હાલ પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ બસ અકસ્માત સમૃદ્ધિ હાઈવેના સાવંગી પાસે થયો હતો. તે દરમિયાન પાછળથી આવતી બસે ટ્રોલીને ટક્કર મારી હતી. આ ખાનગી બસ નાગપુરથી પુણે જઈ રહી હતી જેમાં ૩૨ જેટલા લોકો સવાર હતા. જ્યારે ટ્રોલી જાલનાથી સુરત તરફ જઈ રહી હતી. જ્યા બસના ટકરાવવાથી ભંયકર અકસ્માત થયો હતો જેમાં બસનો આગળનો સંપૂર્ણ રીતે નષ્ટ પામ્યો છે અને ૧૮ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રોલીમાં રિબાર્સ ભરવામાં આવ્યા હતા. આ દરમિયાન બસ પાછળથી અથડાઈ હતી અને આ અકસ્માત થયો હતો.

બસમાં ૩૨ લોકો સવાર હતા

મળતી માહિતી મુજબ, બસમાં કુલ ૩૨ લોકો સવાર હતા, જેમાંથી ૧૮ ગંભીર રીતે ઘાયલ થયા છે અને ૮ લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાત્રે લગભગ ૨.૧૫ વાગ્યે બની હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે બસમાં માત્ર ૩૦ મુસાફરો હતા, બાકીના બસ ડ્રાઈવર અને એક હેલ્પર બસમાં હતા.

નાસિકના સત્પશ્રુંગી કિલ્લામાં રાજ્ય પરિવહનની બસને અકસ્માત નડ્યો હતો. આ બસ અકસ્માતમાં ૧ મહિલાનું મોત થયું છે જ્યારે ૧૬ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત સવારે લગભગ ૭ વાગે થયો હતો. આ બસમાં બસ ડ્રાઈવર અને હેલ્પર સહિત ૨૨ મુસાફરો હતા. સ્થાનિક નાગરિકો અને પ્રશાસનની મદદથી બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે.