મહારાષ્ટ્રમાં મેડિકલ વિદ્યાર્થીઓ કેન્ટીનનું ફૂડ ખાધા પછી ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ બીમાર, ૫૫ હજુ પણ હોસ્પિટલમાં દાખલ

નાસિક,

મહારાષ્ટ્રના નાસિકમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. હજુ સુધી લગભગ ૫૫ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે અન્યને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ, જિલ્લાના ઇગતપુરી તાલુકાના ધર્મગાંવ ખાતેના એસએમબીટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના આશરે ૧૦૦-૧૨૫ વિદ્યાર્થીઓએ બુધવારે કેન્ટીનમાં બપોરના ભોજન બાદ ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને કેમ્પસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અમુક વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે ૫૦ થી ૫૫ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં હજુ પણ એડમિટ છે.

પોલીસના જણાવ્યા અનુસાર કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપની સાથે છે. આ ઘટનાની તપાસ મેડીકો-લીગલ કેસ તરીકે કરવામાં આવી રહી છે.