
મુંબઇ,
મહારાષ્ટ્ર ઉપરાંત સમગ્ર દેશની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારત, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ જેવા રાજ્યોમાં કોલ્ડવેવ આવવાની ચેતવણી જાહેર કરી છે.મહારાષ્ટ્રમાં તાપમાન ગગડતા ઠંડીનું જોર વધ્યું, મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોના તાપમાનમાં ઘટાડો નોંધાયો.
દેશભરમા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. શિયાળામાં ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠા વિસ્તારના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મહારાષ્ટ્રના ધુલે શહેરમાં કડકડતી ઠંડીના પડી રહી છે. આ શહેરનું તાપમાન ૭.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ત્યાંના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. જેના કારણે ત્યાંનું તાપમાન યથાવત રહે તેવું અનુમાન છે. મહારાષ્ટ્ર ઉપરાંત સમગ્ર દેશની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારત, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ જેવા રાજ્યોમાં કોલ્ડવેવ આવવાની ચેતવણી જાહેર કરી છે.
મહારાષ્ટ્રના અલગ-અગલ શહેરોમા ઠંડી વધી છે. જેમા ધુલેમાં ૭.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જલગાંવનું તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્સિયસ, ઔરંગાબાદ અને નાસિકમાં ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. પુણેમાં તાપમાન ૧૨.૫ ડિગ્રી સેલ્સિયસ થયું છે, જ્યારે નાગપુરમાં લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
મહારાષ્ટ્રના જુદાં-જુદાં શહેરામાં તાપમાનનો પારો ઘટ્યો છે જેના કારણે ત્યાંના રહેવાસીઓ ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. ઠંડીના કારણે વાતાવરણમા ધુમસ્સ જોવા મળે છે. જેનાથી કેટલીક વાર લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે. ધૂલે ઉપરાંત રાજ્યના અન્ય શહેરોનું તાપમાનમા નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ઔરંગાબાદમાં તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ, મહાબળેશ્ર્વરમાં ૧૪.૧ ડિગ્રી, માલેગાંવમાં ૧૪.૬ ડિગ્રી, સાતારામાં ૧૪.૯ ડિગ્રી છે.આ સિવાય મુંબઈના કેટલાક વિસ્તારોમા પણ ઠંડીથી લોકો ધ્રુજતા જોવા મળ્યાં. મુંબઈના સાંતાક્રુઝમાં ૧૬.૬ ડિગ્રી, સાંગલીમાં તાપમાન ૧૮.૧ ડિગ્રી,પરભણીમાં ૧૭ ડિગ્રી, ઉદગીરમાં ૧૭.૫ ડિગ્રી, કોલાબામાં ૧૯.૨ ડિગ્રી અને નાંદેડમાં ૧૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. દેશમા હવામાન વિભાગે હજુ ઠંડીના તાપમાનમા વધારો થઈ શકે તેવી આગાહી કરી છે.