મહારાષ્ટ્ર, મરાઠા સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપતું બિલ મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. મરાઠા કેબિનેટે મંગળવારે ૨૦ ફેબ્રુઆરીએ જ બિલને મંજૂરી આપી દીધી હતી. નોકરીઓ અને શિક્ષણમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો હેઠળ ૧૦% મરાઠા આરક્ષણનો કાયદો પસાર થતાં, મહારાષ્ટ્રમાં કુલ અનામત ૭૨ ટકા થઈ જશે.
મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં એકનાથ શિંદે કેબિનેટ તરફથી આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ અંતર્ગત રાજ્યમાં હાજર ૨૮ ટકા મરાઠા સમુદાયને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સમાન અનામત આપવાની દરખાસ્ત છે. છેલ્લા એક દાયકામાં આ ત્રીજી વખત છે જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે આ પ્રકારનું બિલ મંજૂર કરવામાં આવ્યું છે.
આ પ્રસ્તાવ મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગની ભલામણના આધારે લાવવામાં આવ્યો છે. કમિશનના રિપોર્ટ અનુસાર રાજ્યમાં ૨૮ ટકા વસ્તી મરાઠા સમુદાયની છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે મરાઠા સમુદાયના પછાત થવાના કેટલાક અસાધારણ કારણો છે. આવી સ્થિતિમાં, આ વર્ગને અનામત આપવા માટે જાતિ અનામતની ૫૦ ટકા મર્યાદાને પાર કરી શકાય છે. મહારાષ્ટ્રમાં ઈઉજી ને પણ ૧૦ ટકા આરક્ષણ આપવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય ફરી એકવાર ૫૦ ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન કરશે. અગાઉ, વર્ષ ૨૦૧૮ માં, દેવેન્દ્ર ફડણવીસ સરકાર સામાજિક અને આથક રીતે પછાત લોકો માટે અનામત કાયદો લાવી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે એક દાયકાની અંદર ત્રીજી વખત બિલ પસાર કરવામાં આવ્યું છે.