- ઉદ્ધવ ઠાકરેની શિવસેના ૨૧ બેઠકો પર, શરદ પવારની એનસીપી ૧૦ બેઠકો અને કોંગ્રેસ ૧૭ બેઠકો લડશે.
મુંબઇ, મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ લોક્સભા ચૂંટણી માટે સીટોની વહેંચણીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં લોક્સભાની ૪૮ બેઠકો છે. તેમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (બાળા સાહેબ ઠાકરે) ૨૧ બેઠકો પર, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) ૧૦ બેઠકો પર અને કોંગ્રેસ ૧૭ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. એનસીપી (શરદ જૂથ)ના વડા શરદ પવાર, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને પ્રદેશ કોંગ્રેસ અયક્ષ નાના પટોલેએ અઠવાડિયાની વાતચીત બાદ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી. તેમનો મુકાબલો ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સાથે થશે. રાજ્યમાં ૧૯ એપ્રિલથી ૨૦ મે વચ્ચે પાંચ તબક્કામાં લોક્સભા ચૂંટણી યોજાશે.
કોંગ્રેસે સાંગલી અને ભિવંડી બેઠકો પર પોતાનો દાવો છોડી દીધો છે. હવે શિવસેના સાંગલીથી અને એનસીપી (શરદ જૂથ) ભિવંડીથી ચૂંટણી લડશે. એમવીએ ઘટક શિવસેનાએ કહ્યું કે ગઠબંધનનો હેતુ ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે. આ દરમિયાન કોંગ્રેસે કહ્યું કે, પાર્ટીએ ગઠબંધનની જીત સુનિશ્ર્ચિત કરવા માટે મોટું દિલ બતાવવાનો નિર્ણય કર્યો છે.
દક્ષિણ મુંબઈમાં શિવસેના (યુબીટી) કાર્યાલય ’શિવાલય’ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે સીટ-વહેંચણીની સમજૂતી થઈ ગઈ છે અને ગઠબંધનનું મહત્વપૂર્ણ લક્ષ્ય ભાજપને જીતવું અને હરાવવાનું છે. ઠાકરેએ એમ પણ કહ્યું કે તે જ દિવસે (સોમવારે) ’સૂર્યગ્રહણ’, ’અમાવસ્યા’ અને ભાજપની રેલીનો વિચિત્ર સંયોગ હતો.
પીએમ મોદી દ્વારા તેમની પાર્ટીને નકલી શિવસેના કહેવાના પ્રશ્ર્ન પર તેમણે કહ્યું કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ કોઈ વડાપ્રધાનનું ભાષણ ન હતું. જ્યારે અમે જવાબ આપીએ ત્યારે કૃપા કરીને તેને વડાપ્રધાનના અપમાન તરીકે ન લો. અમારી ટીકા ભ્રષ્ટ પક્ષના નેતા વિશે હશે. ખંડણીખોરોના પક્ષના કોઈપણ નેતાએ અમને નકલી કહેવું યોગ્ય નથી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અયક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમની પાર્ટીએ પીએમ મોદી અને બીજેપીને હરાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે મોટું દિલ બતાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપ સાથે લડશે. અમે સાંગલી અને ભિવંડીમાં સ્ફછ ઉમેદવારોની જીત સુનિશ્ર્ચિત કરીશું. અમારા કાર્યકરો ક્યારેય ભૂલી શકશે નહીં કે ભાજપે અમારા નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે કેવી રીતે ગેરવર્તન કર્યું.
શિવસેના જલગાંવ, પરભણી, નાસિક, પાલઘર, કલ્યાણ, થાણે, રાયગઢ, માવલ, ઉસ્માનાબાદ, રત્નાગીરી-સિંધુદુર્ગ, બુલઢાના, હાથકાનાંગકલે, ઔરંગાબાદ, શિરડી, સાંગલી, હિંગોલી, યવતમાલ-વાશિમ, મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મય, મુંબઈ ઉત્તર પશ્ર્ચિમ અને મુંબઈ ઉત્તર પૂર્વ.બેઠકો પર ચૂંટણી લડશે
કોંગ્રેસ નંદુરબાર, ધુલે, અકોલા, અમરાવતી, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર, ચંદ્રપુર, નાંદેડ, જાલના, મુંબઈ ઉત્તર મય, મુંબઈ ઉત્તર, પુણે, લાતુર, સોલાપુર, કોલ્હાપુર અને રામટેક બેઠકો પર ચૂંટણી લડશે જયારે એનસીપી (શરદ જૂથ) બારામતી, શિરુર, સતારા, ભિવંડી, ડિંડોરી, માધા, રાવર, વર્ધન, અહમદનગર દક્ષિણ અને બીડ.બેઠક પરથી ચુંટણી લડશે