મહારાષ્ટ્રમાં ક્રૂર માતાએ પોતાની ત્રણ દિવસની દીકરીને રૂમાલ વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

મુંબઇ,

સામાન્ય રીતે જીવનના બધા સબંધોમાંથી માતાનો સબંધ સર્વોપરી હોય છે. એવુ કહેવાય છે કે જો ગણવા જઈએ તો પણ માતાનો સંબંધ અન્ય સંબંધ કરતાં પણ નવ મહિના વધુ રહે છે. સાથે એક કહેવત છે કે બાળક અયોગ્ય હોઈ શકે છે, પરંતુ માતા ક્યારેય કુમાતા બની શક્તી નથી. આપણા કોઈ પણ પુસ્તકોમાં માતા કુમાતા હોઈ શકે એવું નથી લખ્યું. પરંતુ વાસ્તવમાં આવું પણ બને છે. મહારાષ્ટ્રના લાતુરમાં એક માતાને પુત્ર જોઈતો હતો. પરંતુ આ ઈચ્છા પૂરી ના થતા. પહેલી દીકરી પછી તેને બીજી દીકરી પણ થઈ. તો તેને ક્રોધમાં આવીને તેણે તેની ત્રણ દિવસની બાળકીનું રૂમાલ વડે ગળું દબાવી દીધું. એ માસૂમ બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે આ દુનિયામાં દિકરા તરીકે નહીં પણ દીકરી બનીને જન્મ લીધો હતો. આ ક્રૂર માતાનું નામ રેખા ક્સિન ચૌહાણ છે. તે ઉસ્માનાબાદ જિલ્લાના લોહારા તહસીલના હોળી વિસ્તારની રહેવાસી છે, જે અત્યારે લાતુરના એક ટાઉનશીપમાં રહે છે. આ માતાની ઉંમર માત્ર ૨૫ વર્ષ છે. જે એક માતા હોવા છતા પણ આવી ક્રૂરતા કરતા પહેલા એક પણ વિચાર કર્યો ન હતો.

૨૭ ડિસેમ્બરેના દિવસે પ્રસૂતિની પીડા થતાં જ રેખાને લાતુરના વસંતનગર ટાંડાના કટગામ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. આ દિવસે તેણે એક દિકરીને જન્મ આપ્યો હતો. પરંતુ બીજી વખત પણ પુત્રીનો જન્મ થવાથી રેખા ક્સિન ચૌહાણનું હૃદય ઉદાસ થઈ ગયું હતું જેના કારણે તેને ગુસ્સામાં આવીને ૨૯ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેણે પોતાની ત્રણ દિવસની ફૂલ જેવી દિકરીને રૂમાલથી ગળું દબાવીને મારી નાખી હતી.

જ્યારે પોલીસે તપાસ કરી અને પૂછપરછ કરી, ત્યારે તેમને શંકા હતી કે માતાએ બાળકની હત્યા કરી છે. પૂછપરછ સમયે તરત જ રેખાએ તેનો અપરાધ સ્વીકારી લીધો હતો. તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.