મુંબઇ,
આપણે બધા જ જોઈએ છીએ કે લોકો પોતાનો અધિકાર મેળવવા માટે જુદી-જુદી રીતે પ્રયત્ન કરે છે. જો સરળતાથી તેનો અધિકાર તેને નથી મળતો તો અધિકાર મેળવવા માટે વિરોધ કરે છે. પરંતુ તે વિરોધ કેટલો અસરકારક છે તે ઘણી બાબતો પર આધાર રાખે છે. ધણી વાર વિરોધ નબળો જોવા મળે છે તો કેટલીક વાર વિરોધમા ઘણા લોકોનો સાથ હોય છે. તો ઘણી વાર વિરોધ કરનાર વ્યક્તિનું મનોબળ મજબૂત હોય છે. પરંતુ, આવી સ્થિતિમાં વિરોધ ત્યારે જ અસરકારક બને છે. જ્યારે વિરોધની પદ્ધતિ અનોખી હોય છે. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના આવી અનોખી પદ્ધતિ દ્વારા કરવામા આવતો વિરાધ સામે આવ્યો છે. ખેડૂતે વિરોધ કરવા માટે પોતાની જાતને જમીન નીચે દાટી દીધી હતી.
જાલના જિલ્લાના મંથા તહસીલના ખેલાસ ગામના રહેવાસી ખેડૂત સુનીલ જાધવની ફરિયાદ છે કે તેમને કરમવીર દાદાસાહેબ ગાયકવાડ સબલીકરણ સ્વાભિમાન યોજના હેઠળ વર્ષ ૨૦૧૯માં બે એકર જમીન આપવામાં આવી હતી. પરંતુ તેમને હજી સુધી તે જમીન મળી નથી તેના માટે તે વિરોધ કરી રહ્યાં છે. સુનીલ જાધવે પોતાની જાતને માટી નીચે દફનાવી દીધી છે. તેનું આખું શરીર માટીની અંદર છે અને માત્ર તેનું માથું જ જમીનની ઉપર દેખાય છે.
સુનીલ જાધવએ જણાવ્યું કે તેને સરકાર દ્વારા કરમવીર દાદાસાહેબ ગાયકવાડ સબલીકરણ સ્વાભિમાન યોજના હેઠળ વર્ષ ૨૦૧૯માં બે એકર જમીન આપવામા આવી હતી. પરંતુ તેમને તેના પર હજી સુધી હક નથી મળ્યો. ૨૦૧૯થી તે સરકારી કચેરીઓનો ફરતા- ફરતા તે થાકી ગયા છે અને હવે તે અનોખી પદ્ધતિથી વિરોધ પ્રદર્શન કરે છે. તેમને જણાવ્યું કે તે જમીનની બહાર ત્યારે જ આવશે જ્યારે તેમને જમીન પર હક મળશે. તે જમીનમા ૪ ફૂટ નીચે દટાયા છે. સુનીલ જાધવે વધુ જણાવતા કહ્યું કે તેમને અન્ય કોઈ દેખાતો ન હતો અને કોઈ વિકલ્પ દેખાતો ન હતો ત્યારે તેમણે આ અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
ખેડૂત સુનિલ જાધવની એક જ માંગ છે કે તેમને ત્રણ વર્ષ પહેલા કલ્યાણ યોજના હેઠળ જાહેર કરેલી બે એકર જમીનના દસ્તાવેજ હજી સુધી તેમને આપવામા આવ્યા નથી, જેના કારણ તેમની પાસે સરકાર દ્વારા આપવામા આવેલી જમીનનો હક ધરાવતા પુરાવા નથી.