મુંબઇ,
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શિવસેના ઉદ્વવ ઠાકરે જુથનું નામ લીધા વિના પ્રહારો કરતા કહ્યું કે આજે જે સરકાર મહારાષ્ટ્રમાં છે તે ગદ્દારોની નહીં,ખુદ્દાર લોકોની સરકાર છે હિન્દુત્વના ખુદ્દારોની સરકાર છે ગદ્દાર તે છે જેમણે પીઠ પાછળ ખંજર ખોપ્યું હતું.ફડનવીસે વધુમાં કહ્યું કે જે બચેલા ૧૦-૧૨ છે તે પણ નિકળી જશે તેમને રોકવા માટે અમે જે કર્યું છે તે નિયમ અનુસાર કર્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે મને વિશ્ર્વાસ છે કે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય અમારા પક્ષમાં આવશે કારણ કે અમે બંધારણ અનુસાર કામ કર્યું છે તેમણે કહ્યું કે ૧૦૦ ટકા એકનાથ શિંદેની સરકાર બંધારણીય સરકાર છે અને આગામી વખતે પણ અમે જીતી આવીશું.એવીએએ રોજ ભ્રષ્ટ્રાચાર કર્યો આટલો ભ્રષ્ટ્રાચાર કયારેય જોયો નથી ફડનવીસે કહ્યું કે હું તેમના (એમવીએના બાપથી પણ ડરતો નથી) તેઓ મને જેલમાં નાખવા ઇચ્છતા હતાં પરંતુ કંઇ કરી શકયા નહીં મને જેલમાં નાંખવાનું કામ જેને આપવામાં આવ્યું હતું કે તે ખુદ આજે જેલમાં છે.
આ પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ શનિવારે કહ્યું હતું કે આ અઠવાડીયાની શરૂઆતમાં રત્નાગિરિ જીલ્લામાં પત્રકાર શશિકાંત વારિશેની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટુકડી (એસઆઇટી)ની રચના કરવામાં આવશે.વારિશ ઉવ ૪૮ને ગત ૬ ફેબ્રુઆરીએ કહેવાતી રીતે એક એલયુવીએ ટકકર મારી દીધી હતી અને આગામી દિવસે હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું આરોપ છે કે તે એસયુવીને જમીન ડીલર પંઢરીનાથ અમ્બેરકર ચલાવી રહ્યાં હતાં હત્યાના આરોપમાં ધરપકડ અમ્બેરકર વિસ્તારમાં પ્રસ્તાવિત રિફાઇનરી માટે ભૂમિ અધિગ્રહણનો વિરોધ કરનારાઓ કોઇ પણ વ્યક્તિને કહેવાતી રીતે ધમકાવતો રહેતો હતો.