
મહારાષ્ટ્રમાં ફરી પોલિટિકલ ડ્રામા શરૂ થઈ ગયો છે. અહીં ૧૧ વિધાન પરિષદની બેઠકો માટે ૧૨મી જુલાઈએ મતદાન થવાનું છે. ચૂંટણીમાં ૧૧ બેઠકો માટે ૧૨ ઉમેદવારોએ ઝંપ લાવતા ક્રૉસ વોટિંગની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે મહાવિકાસ અઘાડી ગઠબંધન સાવચેતી થઈ છે અને પોતાના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તેમજ એનડીએના નેતાઓ પણ તેમનો સંપર્ક ન કરે તે માટે ધારાસભ્યોને રિસોર્ટ મોકલી શકે છે.
મળતા અહેવાલો મુજબ ક્રૉસ વોટિંગના ડરથી મહાવિકાસ અઘાડી ગઠબંધનના સાથી પક્ષો કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના તેમજ શરદ પવારની એનસીપીએ પોતાના ધારાસભ્યોને એક સાથે હોટલોમાં રાખવાની યોજના બનાવી છે. ખાસ કરીને ઉદ્ધવની પાર્ટીના ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે કે, તેઓ ચૂંટણી પહેલા સાથે રહે.
બીજીતરફ મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપ, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીએ પણ ચૂંટણી પહેલા હૉર્સ ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે આ પક્ષઓે તેમના ધારાસભ્યોને એક જ હોટલમાં રાખવાનો પ્લાન શરૂ કરી દીધો છે. આ વખતે બંને ગઠબંધનો ધારાસભ્યોની તૂટના ડરે દોડધામ કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર લોક્સભાની ચૂંટણીમાં કુલ ૪૮ બેઠકોમાંથી દ્ગડ્ઢછને ૧૭, તો ઈન્ડિ ગઠબંધનને ૩૦ બેઠકો મળી છે. એનડીએને ઓછી બેઠકો મળી હોવાથી એવા ઘણાં ધારાસભ્યો છે, જેઓનું ચૂંટણી બાદ મન બદલાતું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઘણા ધારાસભ્યો અન્ય નેતાઓ પ્રત્યે વફાદારી દેખાડી શકે છે, તેથી જ બંને ગઠબંધન સતત સાવચેતીભર્યા પગલાંઓ લઈ રહ્યા છે.
વર્ષ ૨૦૨૨માં ભાજપ પાસે ઓછી સંખ્યા હોવાના કારણે તેણે ત્રણ રાજ્યસભા બેઠકો અને પાંચ વિધાન પરિષદની બેહઠકો જીતી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૧ વિધાન પરિષદની બેઠકો માટે ૧૨મી જુલાઈએ મતદાન થવાનું છે. આ ૧૧ બેઠકો માટે કુલ ૧૨ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેમાં ભાજપના પાંચ, એકનાથ શિંદેની પાર્ટી અને અજિત પવારની પાર્ટીના બે-બે ઉમેદવારો સામેલ છે. જ્યારે મહાવિકાસ અઘાડીના ત્રણ સાથી પક્ષોએ એક-એક ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.