મહારાષ્ટ્રમાં એક જ એનસીપી: એક જ એનસીપીને સત્તા અને વિપક્ષ બંનેમાં કેવી રીતે ગણી શકાય:વિધાનસભા સ્પીકર

  • શિવસેનાના વ્હિપ પર પણ સ્પીકરે નિર્ણય લેવાનો છે.

મુંબઇ, એનસીપીમાં બે જૂથ બની ગયા છે એવામાં વાસ્તવિક પાર્ટી તરીકે કયા જૂથને માન્યતા આપવી અને તે પ્રક્રિયામાં કેટલો સમય લાગશે તે અંગે જયારે વિધાનસભા સ્પીકરને પૂછવામાં આવ્યું ત્યારે તેના જવાબમાં રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે તેમની પાસે સોમવારે અરજીઓ આવી છે. એવામાં કચેરીના સચિવ તેના પર તપાસ કરશે ત્યારબાદ આખો મામલો તેમની પાસે આવશે. ત્યારબાદ આ મામલે વિચાર કરીને નિર્ણય કરવામાં આવશે. સ્પીકરે કહ્યું કે આ મામલે નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ નિર્ણય કરવામાં વધારે સમય પણ નથી લેવા મંગા પરંતુ ઉતાવળ કરીને કોઈ પક્ષ સાથે અન્યાય ન થાય તેવો તેમનો પ્રયાસ છે.

સ્પીકરે જણાવ્યું કે કોઇપણ જુથે એવું નિવેદન નથી આપ્યું કે પાર્ટીમાં ભંગાણ પડી ગયું છે. એવામાં તેઓ હાલ તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને એકજુટ હોય તે રીતે જ જોઈ રહ્યા છે. એવામાં આપણે ઈ નક્કી કરવાનું છે કે એનસીપી તરફથી નેતા પ્રતિપક્ષ કોણ હશે અને વ્હિપ કોણ હશે. સાથે જ તેમણે કહ્યું કે મારી પાસે અનેક અરજીઓ આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી તેમની પાસે યોગ્યતાને લઈને કોઈ અરજી આવી નથી. કારણ કે તેની પ્રોસેસ ઘણી લાંબી હોય છે. પહેલા આવી અરજી વિધાનમંડળ સચિવાલયમાં જાય છે અને બાદમાં ત્યાંથી તે અરજી સ્પીકર સુધી આવે છે. સ્પીકર રાહુલ નાર્વેકરે જણાવ્યું કે મારી પાસે રાત્રે એક વાગે અરજીઓ આવી છે અને તે પણ ઘણી અરજીઓ આવી છે. તેને વાંચવામાં સમય લાગશે. તેમાં યોગ્યતાને લઈને પણ એક અરજી પણ છે. અમારો વિભાગ આ તમામ અરજીઓને વાંચશે. ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.

સ્પીકરે કહ્યું કે એક અરજી જીતેન્દ્ર આવ્હાણને વિપક્ષના નેતા બનાવવા અંગે પણ આવી છે, જેના પર અમારે કેટલાક નિયમો અનુસાર નિર્ણય લેવો પડશે. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા બનાવતા પહેલા અમે તપાસ કરીશું કે કયો પક્ષ સૌથી મોટો છે.

વિપક્ષમાં સૌથી મોટી પાર્ટીના સવાલ પર રાહુલ નાર્વેકરે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં અત્યારે વિપક્ષના રૂપમાં ત્રણથી વધુ પાર્ટીઓ છે. કોઈપણ એક પક્ષને સૌથી મોટા પક્ષ તરીકે મંજુરી આપવા માટે આપણે તમામ પક્ષોની સંખ્યાને ધ્યાનમાં લેવી પડશે. તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આ બધી પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી અમે સૌથી મોટા વિરોધ પક્ષની ઓળખ યોગ્ય પક્ષને આપીશું. આવી સ્થિતિમાં જે નિર્ણય લેવામાં આવશે તે તમામ નિયમો અને જોગવાઈઓનું પાલન કર્યા બાદ જ લેવામાં આવશે.

સ્પીકરે કહ્યું કે અત્યાર સુધી મારી સામે એક જ એનસીપી છે, આવી સ્થિતિમાં મારી સામે પડકાર એ છે કે કાં તો આ પાર્ટીમાંથી વિપક્ષના નેતા બનાવી શકાય કે પછી તેમને શાસક પક્ષમાં ગણવા આવે? મારા માટે આ એક પડકાર છે. જણાવી દઈએ કે આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને વધુ એક મહત્વનો નિર્ણય ઓગસ્ટ મહિનામાં લેવાનો છે. આ નિર્ણય શિવસેનાના વ્હિપને લાગતો છે. થોડા મહિના પહેલા સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી. એવામાં વ્હિપને લઈને નિર્ણય સ્પીકરે લેવાનો છે. તેમણે આગામી ઓગસ્ટ મહિનામાં આ મુદ્દે નિર્ણય લેવાનો છે. સ્પીકરે કહ્યું છે કે અમે આ મામલે પણ જલ્દી નિવેડો લાવી દઈશું.