મહારાષ્ટ્રમાં ફેકટરીમાં વિસ્ફોટ,ત્રણ લોકોના મોત

મુંબઇ,

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે.તેમજ અન્ય લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યાં છે.તપાસ કરતા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના બાર્શી તાલુકાના શિરાલા ખાતે યુનિટમાં બની હતી.તેમણે કહ્યું કે આ ઘટના ફટાકડા મેનિયુફેકચરિંગ યુનિટની અંદર વિસ્ફોટ થયો હતો જેના કારણે આખા યુનિટમાં આલ લાગી હતી ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ સમય પર પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી.આ ઘટના સ્થળ મુંબઇથી ૪૦૦ કિલોમીટર દુર આવેલુ છે.

આ ધટના પહેલા ગઇકાલે એક કેમિકલ કંપનીના બોયલરમાં વિસ્ફોટ થઇને આગ લાગવાની ઘટના સામે આવી હતી ઘટનામાં બે લોકોના મોત થયા હતાં અને ૧૭ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના ઇગતપુરી તાલુકાના મુંબઇ આગ્રા હાઇવે પર મુંધેગાંવ ખાતે જિંદાલ પોલી ફિલ્મ્સ કંપનીમાં રાત્રે લગભગ ૧૧.૩૦ કલાકે બની હતી લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટના અવાજથી આસપાસના ગામોના લોકોમાં પણ ચિંતા છવાઇ ગઇ હતી આ આગનો ધૂમાડો દુરથી પણ દેખાઇ રહ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે દરેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે જયારે આ સાથે જ જે લોકો આ ઘટનામાં ધાયલ થયા છે તેમને વિનામૂલ્યે તબીબી સુવિધા પુરી પાડવામાં આવશે મુંઢેગામ નાસિકથી લગભગ ૩૦ કિલોમીટર અને મુંબઇથી લગભગ ૧૩૦ કિલોમીટર દુર આવેલ છે.