
મુંબઇ, મહારાષ્ટ્ર સાયબર સેલે ફેરપ્લે એપ પર આઇપીએલ ૨૦૨૩ ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, જેના કારણે વાયાકોમને કરોડો રૂપિયાનું નુક્સાન થયું હતું. તેમને ૨૯ એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
આ સંબંધમાં અભિનેતા સંજય દત્તને પણ ૨૩ એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે તેમની સમક્ષ હાજર થયો ન હતો. તેના બદલે તેણે પોતાનું નિવેદન નોંધવા માટે તારીખ અને સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે તે તારીખે તે ભારતમાં ન હતો.