દેશભરના ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસથી તીવ્ર ગરમી પડી રહી છે. અનેક રાજ્ય હીટવેવની પકડમાં હતા. હીટવેવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં હીટવેવને કારણે સ્થિતિ વધુ ખરાબ હતી. તાપમાન ૫૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જો કે મહારાષ્ટ્રમાં હવે ચોમાસાએ દસ્તક દીધી છે. કેટલાક રાજ્યોમાં હળવા વરસાદને કારણે હવામાનમાં થોડો ઘટાડો થયો હોવા છતાં તાપમાનનો પારો હજુ પણ ૪૩ થી ૪૪ ડિગ્રી પર યથાવત છે.
ગુજરાત, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ અસહ્ય ગરમીથી રાહત મેળવી શકે. દરમિયાન કેરળમાં પ્રવેશેલુ ચોમાસું ઝડપથી અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસાની એન્ટ્રીના સારા સમાચાર આપ્યા હતા. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું ૬ જૂને મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે. તે ટૂંક સમયમાં મુંબઈમાં ટકરાશે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું ૯ થી ૧૦ જૂન વચ્ચે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતમાં હવામાન હજુ પણ ગરમ છે. આવી સ્થિતિમાં અહીંના લોકો ચોમાસું ક્યારે આવશે તે જાણવા આતુર છે. ચારથી પાંચ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે. મહારાષ્ટ્રના ચોમાસું રત્નાગીરીમાં પહોંચ્યું છે. ૧૨થી ૧૪ જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ શકે
ગુજરાતમાં શરૂઆતથી જ વાવણીલાયક વરસાદ રહી શકે છે. ગુજરાતમાં વહેલા ચોમાસાના આગમનના સમાચારના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. કે ૧૮ થી ૨૦ જૂનની વચ્ચે ચોમાસું વારાણસી અથવા ગોરખપુરથી યુપીમાં પ્રવેશ કરશે. રાજધાની લખનઉમાં ચોમાસું ૨૪ થી ૨૫ જૂનની આસપાસ આવી શકે છે, ત્યારબાદ સારા વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગત ગુરુવારે જાહેર કરવામાં આવેલી હવામાનની આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના ઘણા રાજ્યોમાં આગામી ૫ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. ૮ જૂને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ધૂળની ડમરીઓ આવી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે મધ્ય પ્રદેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ચક્રવાતી સિસ્ટમની રચના થઈ છે, જે પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલ ટ્રફ સાથે જોડાયેલ છે. તેની અસર બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. આગામી બે-ત્રણ દિવસ સુધી અહીં હળવો વરસાદ પડી શકે છે.