મુંબઈ,
મહારાષ્ટ્ર એટીએસએ સપ્ટેમ્બર ૨૦૨૨માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા( પીએફઆઇ)ના ૫ આરોપીઓની ધરપકડ કરી હતી જેના પછી એ મામલે હવે ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી. એટીએસની એ ચાર્જશીટમાં ચોંકાવનારા દાવા કરાયા છે. ચાર્જશીટ અનુસાર આરોપીઓ પાસે એવો ડેટા મળી આવ્યો છે જેમાં ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે.
આ ચાર્જશીટમાં જણાવાયું છે કે જ્યારે આરોપી મઝહર મન્સૂર ખાનની ધરપકડ કરાઈ તો તેના મોબાઈલથી ૨૦૪૭ સુધી ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવાના રોડમેપનો ડ્રાટ બુકલેટ નામે એક ફાઈલ મળી હતી. તેમાં લખ્યું હતું કે ઈન્ડિયા ૨૦૪૭ ભારતમાં ઈસ્લામિક શાસન તરફ, આંતરિક દસ્તાવેજ પ્રચલન માટે નહીં. આ પીડીએફ ફાઈલ ૭ પાનાની હતી. જેમાં લખ્યું હતું કે ભારતમાં ખાસ કરીને લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીરના ૮ જિલ્લામાં ૭૦ ટકા મુસ્લિમ વસતી છે. ભારતમાં બીજા ક્રમે મુસ્લિમોની વસતી છે. તેના હિસાબે ૨૦૪૭માં આંકડો ૧૦૦ ટકા થઈ જશે. જેના બાદ ૨૦૪૭માં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરાશે.