- અજીત પવાર મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયા
- અજીત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા
- અજીત પવાર ઉપરાંત 8 સભ્યોએ મંત્રીપદના શપથ લીધા
અજીત પવાર મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયા છે. અજીત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા. તેમજ અજીત પવાર ઉપરાંત 8 સભ્યોએ મંત્રીપદના શપથ લીધા. અજીત પવાર ઘણાં સમયથી પક્ષથી નારાજ હતા. 2019માં પણ અજીત પવાર NCP છોડીને ગયા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં MVAની સ્થિતિ નબળી છે. અજીત પવાર ભાજપ સાથે જોડાશે તેવી પણ અટકળ હતી.
- મેં પહેલા પણ બળવા જોયા છેઃ શરદ પવાર
- પક્ષને ફરી બેઠો કરવાનો પ્રયાસ કરીશઃશરદ પવાર
- હું સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરીશ, લોકોને મળીશઃશરદ પવાર
શરદ પવારે શું કહ્યું?
મેં પહેલા પણ બળવા જોયા છે. પક્ષને ફરી બેઠો કરવાનો પ્રયાસ કરીશ. હું સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરીશ, લોકોને મળીશ. હું અજીત પવારની સાથે નથી. NCP કોની તે જનતા નક્કી કરશે. કેટલાક ધારાસભ્યોએ મને ફોન કર્યો હતો. ધારાસભ્યોએ કહ્યું કે બળજબરીથી સહી લેવામાં આવી છે. બળવાખોર ધારાસભ્યો પરત ફરશે. જે સભ્યોએ શપથ લીધા તેમના ઉપરના ભ્રષ્ટાચારના આરોપ ખતમ થઈ ગયા છે. બળવાખોર નેતા સામે કાર્યવાહી કરવા બેઠક કરીશું.
- NCPમાં ખટરાગની શરૂઆત નવેમ્બર 2019થી થઈ હતી
- મુખ્યમંત્રી બનવાના મુદ્દે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું
- અજીત પવારે ભાજપને સમર્થન આપ્યું અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની
- આ બળવો લાંબો ન ચાલ્યો અને પાંચ જ દિવસમાં અજીત પવારની ઘરવાપસી થઈ
NCPમાં તિરાડ કેવી રીતે પડી?
NCPમાં ખટરાગની શરૂઆત નવેમ્બર 2019થી થઈ હતી. મુખ્યમંત્રી બનવાના મુદ્દે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું. અજીત પવારે ભાજપને સમર્થન આપ્યું અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની. આ બળવો લાંબો ન ચાલ્યો અને પાંચ જ દિવસમાં અજીત પવારની ઘરવાપસી થઈ. મહારાષ્ટ્રમાં આ સાથે જ શિવસેના, કોંગ્રેસ, NCPની સરકાર બની હતી. જેમાં MVAમાં અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. શિવસેનાના બે ભાગ થયા અને મહારાષ્ટ્રમાં ફરી ભાજપ સરકાર બની છે. જાણકારો માને છે કે અજીત પવારનું જૂથ ભાજપ સાથે રહીને સક્રિય રહેવા માંગે છે. બીજી તરફ શરદ પવાર ભાજપ સાથે રહેવા માંગતા નથી.
આ ઉલટફેરની આડઅસર શું થઈ શકે?
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ મજબૂત છે. 2024ની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને થઈ શકે ફાયદો થશે. NCP અને ઉદ્ધવ જૂથની શિવસેનાએ નવા સમીકરણ વિચારવા પડશે. NCPને ફરી બેઠી કરવાનો સુપ્રિયા સૂલે સામે પડકાર છે. મહારાષ્ટ્રમાં ભાજપને એકનાથ શિંદેનો વિકલ્પ મળ્યો છે. અજીત પવારને આગળ ધરીને એકનાથ શિંદેની વધતી મહત્વાકાંક્ષા રોકી શકાય. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠક જે ભાજપ માટે અગત્યની. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપનું કદ વધે તેના પક્ષને અનેક ફાયદા છે. મહારાષ્ટ્રમાં મજબૂત વિપક્ષ ન રહે તો સરવાળે ભાજપની જીત આસાન છે. રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પણ અજીત પવાર ભાજપને ફાયદો કરાવી શકે. અજીત પવારની સ્થાનિક સ્તરે સારી પકડ છે. અજીત પવાર અને ભાજપનું જોડાણ વિપક્ષ માટે મુશ્કેલી બની શકે છે.