ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને કરી ભાવુક અપીલ, મને તમારી ચિંતા..

maharashtra-cm-uddhav-thakre-thay-bhavyk
  • શિવસેના પક્ષના વડા અને પરિવારના વડા તરીકે મને હજુ પણ તમારી ચિંતા
  • ધારાસભ્યોને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી

 મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો છે.ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ભાવુક અપીલ કરી છે. તેમણે ધારાસભ્યોને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે. ઉદ્ધવે પોતાના સંદેશમાં કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ તેમની સાથે એક વખત વાત કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં તેમની સરકાર પર ઘેરાયેલા સંકટના વાદળો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને અપીલ કરીને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો છે.ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંદેશમાં કહ્યું કે તમે છેલ્લા કેટલાક દિવસોથી ગુવાહાટીમાં ફસાયેલા છો. તમારા વિશે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે, તમારામાંથી ઘણા લોકો સંપર્કમાં છે.તમે હજુ પણ શિવસેનામાં છો. તમારામાંથી કેટલાક ધારાસભ્ય પરિવારના સભ્યોએ પણ મારો સંપર્ક કર્યો છે, તેમની લાગણીઓ મને જણાવી છે.

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને કહ્યું કે હું શિવસેના પરિવારના વડા તરીકે તમારી ભાવનાઓનું સન્માન કરું છું. ચાલો સાથે બેસીને રસ્તો કાઢીએ.કોઈની ખોટી જાળમાં ન ફસાતા તમને શિવસેનાએ જે સન્માન આપ્યું છે તે ક્યાંય નહી મળે. તમે આગળ આવીને બોલશો તો રસ્તો નિકળશે. શિવસેના પક્ષના વડા અને પરિવારના વડા તરીકે મને હજુ પણ તમારી ચિંતા થઇ રહી છે.