
ગોધરા, મહારાજા ફિલ્મને પ્રકાશિત થતી અટકાવવા માટે ગોધરા બી.વી.ગાંધી પેટ્રોલ પંપ ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તથા નગરના વિવિધ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી અને કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે.
નેટફિલકસ ટીવી ચેનલ દ્વારા રીલીઝ થનાર મહારાજા ફિલ્મને રીલીઝ થતી અટકાવવા માટે આજરોજ ગોધરાના બી.વી.ગાંધી પેટ્રોલ પંપ ખાતે આંતરરાષ્ટ્રીય પુષ્ટી માર્ગીય વૈષ્ણવ પરિષદના કેન્દ્રીય અધ્યક્ષ કે.ટી.પરીખની આગેવાનીમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તથા ગોધરા નગરના વિવિધ વૈષ્ણવ સંગઠનો દ્વારા વિશાળ રેલીનુંં આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો જોડાયા હતા. આ રેલી બી.વી.ગાંધી પેટ્રોલ પંપ પાસેથી જીલ્લા કલેકટર કચેરી પહોંચી હતી અને જીલ્લા કલેકટરને આવેદન આપી મહારાજા ફિલ્મ રીલીઝ થતી અટકાવવા તેમજ યશરાજ ફિલ્મના ડાયરેકટર અને ફિલ્મ સંબધિત તમામ લોકો સામે ગુનો નોંધાવા રજુઆત કરવામાં આવી છે.