
હિંમતનગર અને અરવલ્લી વિસ્તારના 100 જેટલા આદિવાસી સમાજના યુગલ લગ્નગ્રંથીથી જોડાયા છે. હિંમતનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે 100 જેટલા યુગલોના લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. લગ્ન ગ્રંથીથી જોડાવા સમયે તેઓ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મેળવવા સુરત પહોંચ્યા હતા.
હિંમતનગર અને અરવલ્લી વિસ્તારના 100 જેટલા આદિવાસી સમાજના યુગલ લગ્નગ્રંથીથી જોડાયા છે. હિંમતનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે 100 જેટલા યુગલોના લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

લગ્ન ગ્રંથીથી જોડાવા સમયે તેઓ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મેળવવા સુરત પહોંચ્યા હતા. મહંત સ્વામી મહારાજે આ તમામ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવાના આશીર્વાદ પાઠવ્યા હતા.

સામાન્ય રીતે આદિવાસી સમાજના લગ્ન પ્રસંગોમાં દારુ પીવો,માંસાહાર કરવો જેવી પ્રથા હોય છે. જો કે આ 100 નવ યુગલો અને તેમના પરિવારજનોએ આ પ્રથાને તિલાંજલી આપી વૈદિક પરંપરા પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ.
આદિવાસી યુવાનો અને તેમના પરિવારજનોની આવી શુદ્ધ ભાવનાથી પ્રસન્ન થયેલા મહંત સ્વામી મહારાજે આ તમામ પર રાજીપો વરસાવ્યો હતો.તેમજ મીઢળ, લગ્નના ઘરેણા અને અન્ય વસ્તુઓ પ્રસાદી રુપે આપ્યા હતા.
યુગલોને આશીર્વાદ આપતા પ્રમુખ સ્વામી મહારાજે તેમને કહ્યુ હતુ કે, લગ્ન એ સામાન્ય બાબત નથી. એકબીજાને સમજીને સહાયરુપ થવાની વિધિ છે. વ્યસન મુકી દેજો, બધા સુખી થશો.